ભારતમાં કોરોનાના કેસ દુનિયા કરતા વધારે ઝડપથી વધી રહ્યાં છે
નવીદિલ્હી, ભારતમાં કોરોનાનો ચેપ ઝડપથી વધી રહ્યો છે ઓગષ્ટ મહિનાને પુરા થવામાં ૧૦ દિવસ બાકી છે જયારે ૨૦ દિવસની અંદર અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધારે કેસ સામે આવ્યા છે.ઓગષ્ટમાં સામે આવેલા કેસ અત્યાર સુધીમાં સૌથી વધારે છે ગુરૂવારે ૭૦ હજાર જેટલા નવા કેસ સામે આવ્યા હતાં આ આંકડા બાદ દેશની ચિંતા વધી છે.ભારતમાં કોરોનાની ગતિ દુનિયા કરતા વધારે ઝડપથી વધી રહી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોનાના ૨૦ ઓગષ્ટ સુધીનો આંક ૧૨,૦૭,૫૩૯ થઇ ગયો છે. જુલાઇમાં ૧૧ લાખ કેસ આવ્યા હતાં જયારે ઓગષ્ટમાં અત્યારે ૧૦ દિવસ બાકી છે.દુનિયાભરમાં આવનારા કોરોના કેસ પર નજર રાખનાર વેબસાઇટના જણાવ્યા અનુસાર અમેરિકામાં ૧૯ ઓગષ્ટ સુધી ૯,૯૪,૮૬૩ કેસ સામે આવ્યા જયારે બ્રાઝીલમાં ૭,૯૪,૧૧૫ કેસ સામે આવ્યા. ભારતમાં કોરોના વાયરસની મહામારી યથાવત છે દેશમાં કુલ ૬૮ હજાર ૫૦૭ કેસ નોંધાયા છે એક જ દિવસમાં દેશમાં ૯૮૧ લોકોના મોત થયા છે ભારતમાં કોરોના કુલ ૨૯.૪ લાખથી વધુ કેસ નોંધાયા છે હજુ પણ દેશમાં ૬.૯૦ લાખ કેસ એકિટવ છે મહારાષ્ટ્રમાં કોરોેનાના વધુ ૧૪ હજાર ૬૪૭ કેસ છે બીજા નંબરે આંધ્રપ્રદેશમાં ૯૩૯૩ કેસ નોંધાયા છે તમિલનાડુમાં ૫૯૮૬ અને કર્ણાટકમાં ૭૩૮૫ કેસ નોંધાયા છે ઉત્તપ્રદેશમિાં ૪૮૨૪ એ બંગાળમાં ૩૧૯૭ કેસ નોંધાયા છે. વિશ્વમાં પણ કોરોનાનું સંકંટ વધી રહ્યું છે.HS