ભારતમાં કોરોના મહામારીનો ફેલાવો કોંગ્રેસનું પાપ : મોદી

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાની મહામારી ફેલાવવામાં અને પરપ્રાંતીય મજૂરોને પડેલી મુશ્કેલીઓ માટે વિપક્ષની સરકારો જવાબદાર હતી એવો આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન પ્રસ્તાવનો જવાબ આપતા મૂક્યો હતો. આ ઉપરાંત, કોંગ્રેસની માનસિકતા ઉપર પણ મોદીએ આકરા પ્રહાર કર્યા હતા.
“કોવીડના સમયમાં સાવચેતી રાખવા અંગે લોકોને જાગૃત કરવા અંગે તેમણે કોઈ કમગીરી કરી નહોતી. આમ છતાં, મહામારીના સમયમાં (તેનો ફેલાવો વધારવામાં) તેમનો ફાળો કઈ નાનો નહોતો, મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પરપ્રાંતીય મજૂરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા,”એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
“કોંગ્રેસે તો દરેક હદ પાર કરી છે. પ્રથમ તબક્કાની અહમાંહરીમાં અમે લોકડાઉન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસની મહારાષ્ટ્ર સરકારે સ્ટેશન ઉપર મજૂરોને રેલ્વેની ટીકીટ આપી તેમને વાયરસ ફેલાવવા માટે મોકલી લીધા હતા,” એમ મોદીએ જણાવ્યું હતું.
પોતાનું ભાષણ શરૂ કરતા તેમણે સ્વર સામ્રાજ્ઞીલતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી. મોદીએ કહ્યું કે તેમને દેશના એક સૂત્રમાં બાંધ્યા. તેમના ગીતોએ દેશભરના લોકોને પ્રેરિત કર્યા. આ શબ્દો બોલતા મોદી ભાવુક થઇ ગયા હતા.
મોદીએ જણાવ્યું હતું કે મહામારી પછી વિશ્વ બદલાઈ ગયું છે. ”ઈતિહાસ તે વાતનો સાક્ષી છે કે સેકન્ડ વર્લ્ડ વોર પછી દુનિયાભરમાં બદલાવો આવ્યા. હું સ્પષ્ટ જોઈ શકું છું કે કોરોનાકાળ પછી વિશ્વ નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. આ એક ટર્નિંગ પોઈન્ટ છે. તેને ગુમાવવું યોગ્ય નથી. મુખ્યધારાની લડાઈમાં આપણે આપણી જાતનું ઓછું મુલ્યાંકન ન કરવું જોઈએ.” એમ મોદી બોલ્યા હતા.
સત્તાની ભૂખ કોંગ્રેસને અધીરી કરી રહી છે. તમિલનાડુમાં છેલ્લા 60 વર્ષ પશ્ચિમ બંગાળમાં 50 વર્ષથી અને ત્રિપુરા-ઓરિસ્સામાં છેલ્લા 3 દાયકાથી સરકાર નથી બનાવી શકી.
પીએમ મોદીએ સરકારની એટલેકે પોતાની પીઠ થપથપાવતા કહ્યું કે સ્વદેશી કોરોના રસીને આધારે કોરોના સામેની જંગ જીત્યાં એ સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત ટૂંક સમયમાં 100% વેક્સિનેશનનો લક્ષ્યાંક પણ પાર પાડશે તેવો મને વિશ્વાસ છે તેમ મોદીએ ઉમેર્યું છે.