Western Times News

Gujarati News

ભારતમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા ૧ લાખને પાર

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસથી થનારા મોતની સંખ્યા એક લાખને પાર કરી ગઇ છે આ એક એવો આંકડો છે જેને કોઇ પણ દેશ હાંસલ કરવા ઇચ્છતુ નહીં હોય ભારતમાં સાત મહીના પહેલા કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો ત્યારબાદ આજે આપણે દુનિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યાના હિસાબથી બીજા સ્થાન પર ઉભા છીએ.

કોરોના મૃતકોની સંખ્યા એક લાખને પાર કરનાર ભારત ત્રીજાે દેશ બની ગયો છે ભારતથી આગળ અમેરિકા ૨,૧૨,૦૦૦ મોત અને બ્રાઝીલ ૧,૪૪,૦૦૦ મોત છે. જયારે આ દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાથી થનાર મૃત્યુ દર ખુબ ઓછો છે. ભારતમાં વાયરસ મામલા મૃત્યુ દર ૧.૫૬ ટકા છે જે વૈશ્વિક સરેરાશ ૨.૯૮ની સરખામણીમાં અડધા છે જયારે અમેરિકા ૨.૮૪ ટકા અને બ્રાઝીલ ૨.૯૯ ટકાની સરખામણીમાં સારી છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયા બાદથી ભારતમાં દરરોજ કોરોનાથી થનારા મોતની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધુ રહી ગત કેટલાક અઠવાડીયામાં સરેરાશ ૧,૦૬૫ લોકોના કોરોનાને કારણે ભારતમાં પોતાના જાન ગુમાવ્યા છે આ દરમિયાન અમેરિકામાં આ સંખ્યા ૭૫૫ અને બ્રીઝીલમાં ૭૧૩ રહી.

ભારત કોરોના મૃતકોની વૈશ્વિક યાદીમાં યોગદાન આપનાર સૌથી મોટો દેશ રહ્યો ગત એક અઠવાડીયામાં દુનિયાાં કોરોનાથી દર પાંચમાંથી એક મોત ૧૯ ટકા ભારતમાં થયા કોવિડ ૧૯ના કારણે ભારતમાં પહેલું મોત કર્ણાટરમાં ૧૨ માર્ચે થયું હતું ત્યારબાદ મૃતકોની સંખ્યાને ૧ લાખને પાર પહોંચવામાં ૨૦૪ દિવસનો સમય લાગ્યો.

જાે ભારતના મૃત્યુને ૨૫,૦૦૦ મોતના ચાર તબક્કામાં વિભાજીત કરવામાં આવે છે તો મૃતકોની સંખ્યાનો આ તબક્કો પહેલાની સરખામણીમાં ઓછો થઇ જાય છે કોરોના મૃતકોની સંખ્યાને ૨૫,૦૦૦ થવામાં ૧૨૭ દિવસ લાગ્યા મૃતકોની સંખ્યાને ૫૦,૦૦૦ પહોંચવામાં ૩૦ દિવસ લાગ્યા જયારે ભારતમાં કોરોના મૃતકોની સંખ્યાને ૭૫,૦૦૦ પહોંચવામાં ૨૫ દિવસ લાગ્યા બીજી તરફ ભારતમાં ૧ લાખ મૃતકોની સંખ્યા માત્ર ૨૩ દિવસમાં જ પાર થઇ ગઇ. શુક્રવારની રાત સુધી ભારતમાં કોરોના વાયરસથી ૬૪.૭ લાખ લોકો સંક્રમિત થઇ ગયા જયારે આ દરમિયાન ૧,૦૦,૮૯૬ લોકોના વાયરસથી મોત થયા હતાં. જયારે આ વાયરસથીઠીક થનારા દર્દીઓની સંખ્યા ૫૪.૨ લાખ થઇ ગઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.