ભારતમાં કોવિડ-૧૯ના મામલા ૩૨ લાખને પાર,૨૪ કલાકમાં ૧૦૦ના મોત
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી ભારતમાં કોરોના વાયરસના મામલા ૩૨ લાખ પાર થઇ ચુકયા છે.ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૭ હજાર નવા મનામલા સામે આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત નિપજયા છે આ ચિંતાની વાત છે કે ગત કેટલાક દિવસોમાં મોતનો આંકડો હજારને પાર કરવાનો આ પહેલો મામલો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૬૭,૧૫૧ નવા કેસ સામે આવ્યા છે અને ૧,૦૫૯ મોત થયા છે આ રીતે દેશમાં કોરોનાના મામલા ૩૨,૪૭૫ થઇ ચુકયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના કુલ ૩૨ લાખ મામલામાં ૭,૦૭,૨૬૭ એકિટવ કેસ છે અને ૨૪,૬૭,૭૫૯ દર્દી સારા થઇ ગયા છે જયારે દેશમાં કોરોના મહામારીથી અત્યાર સુધી ૫૯,૪૪૯ લોકો જીવ ગુમાવી ચુકયા છે જયારે ૭,૦૭,૨૬૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે જે કુલ ૩૨,૩૪,૪૭૪ મામલાના ૨૧.૮૬ ટકા છે મંત્રાલયે કહ્યું કે મૃત્યુ દર ઘટીને ૧.૮૩ ટકા થઇ ગયો છે.
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના અનુસાર દેશમાં હજુ સુધી કુલ ૩,૭૬,૫૧,૫૧૨ નુમનાની તપાસ કરવામાં આવી છે જેમાંથી ૮,૨૩,૯૯૨ નમુનાની તપાસ મંગળવારે જ કરી દેવામાં આવી હતી મંગળવારે ૬૦,૯૭૫ લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટી થઇ હતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૮૪૮ લોકોના મોતની સાથે સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૫૮,૩૯૦ થઇ ગઇ હતી કોવિડ ૧૯થી મૃત્યુ દર ઘટી ૧.૮૪ ટકા પર પહોંચી ગયો હતો.HS