ભારતમાં કોવિડ-19ના સાજા થવાનો દર 30.76%
કોવિડ-19ના વ્યવસ્થાપન માટે દેશમાં પૂરતા પ્રમાણમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સુવિધાઓ છે
દેશમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે પૂરતા પ્રમાણમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સુવિધાઓ ઓળખી કાઢવામાં આવ્યા છે. કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે સમર્પિત જાહેર આરોગ્ય સુવિધાઓને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. 10/05/2020ના રોજની સ્થિતિ અનુસાર, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 483 જિલ્લામાં 7740 સુવિધાઓ ઓળખી કાઢવામાં આવી છે
જેમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની તેમજ કેન્દ્ર સરકારોની હોસ્પિટલો અને સુવિધાઓ પણ સામેલ છે. અત્યારે 656769 આઇસોલેશન બેડ, પુષ્ટિ થયેલા કેસો માટે 305567 બેડ, શંકાસ્પદ કેસો માટે 351204 બેડ, 99492 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ, 1696 સુવિધાઓ ઓક્સિજન મેનિફોલ્ડ સાથે અને 34076 ICU બેડની વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 19,357 દર્દી સાજા થઇ ગયા છે
અને છેલ્લા 24 કલાકમાં 1511 દર્દી સાજા થયા છે જે સાજા થવાનો દર 30.76% હોવાનું દર્શાવે છે. દેશમાં કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા વધીને 62,939 થઇ છે. ગઇ કાલથી અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 3277 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.