Western Times News

Gujarati News

ભારતમાં ગુનેગારો ફાઇનાન્સિયલ સર્વિસિસમાંથી ટ્રાવેલ ઉદ્યોગ તરફ વળ્યા

  • ટ્રાન્સયુનિયને ગ્લોબલ ડિજિટલ ફ્રોડ ટ્રેન્ડ્સનું એનાલિસિસ કર્યું-ભારતમાંથી થતા ઓનલાઇન ફ્રોડમાં 49.2 ટકાનો ઘટાડો
  • વૈશ્વિક સ્તરે શંકાસ્પદ ઓનલાઇન ફ્રોડના પ્રયત્નો 16.5 ટકા વધ્યા

મુંબઇ, વૈશ્વિક સ્તરે બિઝનેસ અને ગ્રાહકો સાથે ડિજિટલ ફ્રોડના પ્રયાસો વધી રહ્યા છે, ત્યારે ગુનેગારો હવે ભારતમાં હવે ફાઇનાન્સિયલ સર્વિસિસને બદલે ટ્રાવેલ, લીઝર અને કમ્યુનિટીઝ (ઓનલાઇન ફોરમ) તથા લોજિસ્ટીક્સ ઉદ્યોગો તરફ વળ્યા છે એમ ટ્રાન્સયુનિયન (NYSE: TRU)  ના લેટેસ્ટ ક્વાર્ટ્લી એનાલિસિસમાં જોવા મળ્યું છે.

2020ના બીજા ક્વાર્ટરની સરખામણીમાં 2021માં બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે શંકાસ્પદ ડિજિટલ ફ્રોડના પ્રયાસોમાં 16.5 ટકા વધારો થયો હતો. જો કે, સમાન સમયગાળામાં ભારતમાંથી થતા ડિજિટલ ફ્રોડના પ્રયાસોની સંખ્યામાં 49.2 ટકાનો ઘટાડો થયો હતો.

વૈશ્વિક સ્તરે ગેમિંગ, ટ્રાવેલ અને લીઝર સૌથી અસરગ્રસ્ત ઉદ્યોગો હતા, જેમાં ગયા વર્ષે અનુક્રમે 393 ટકા અને 155.9 ટકા વધારો થયો હતો. આ સમયગાળામાં ભારતમાંથી થયેલા ફ્રોડ ટ્રાન્ઝેક્શન્સની વાત કરીએ તો ગેમિંગમાં 53.97 ટકા અને ટ્રાવેલ-લીઝરમાં 269.72 ટકાનો વધારો થયો હતો.

ગેમ્બલિંગ, ગેમિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, હેલ્થકેર, ઇન્શ્યોરન્સ, રિટેલ, ટ્રાવેલ અને લીઝર જેવા વિવિધ ઉદ્યોગમાં બિઝનેસ સાથે થતાં ડિજિટલ ફ્રોડના પ્રયાસ અંગે ટ્રાન્સયુનિયન મોનિટરીંગ કરે છે. વિશ્વમાં થતા અબજો ટ્રાન્ઝેક્શન્સ તથા ટ્રાન્સયુનિયનની ફ્લેગશીપ આઇડેન્ટીટી પ્રુફિંગ, રિસ્ક બેઝ્ડ ઓથેન્ટિકેશન અને ફ્રોડ એનાલિટિક્સ સોલ્યુશન સાઇટ TransUnion TruValidate™માં સમાવવામાં આવેલી 40,000થી વધુ વેબસાઇટ અને એપ્સની માહિતી પરથી આ તારણ કાઢવામાં આવ્યું છે. આ વેબસાઇટ અને એપ્સમાં  ભારત સહિત વિશ્વભરમાંથી ટ્રાફિક આવે છે.

ટ્રાન્સયુનિયનમાં ગ્લોબલ ફ્રોડ સોલ્યુશન્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શાઇ કોહેને જણાવ્યું હતું કે, “ગુનેગારો દર મહિને એક ઇન્ડસ્ટ્રીમાંથી બીજી ઇન્ડસ્ટ્રી તરફ પોતાનું ફોકસ શિફ્ટ કરે તે ઘણું કોમન છે.

ગુનેગારો એવા ઉદ્યોગોને નિશાન બનાવે છે જ્યાં ટ્રાન્ઝેક્શન્સમાં તીવ્ર વૃધ્ધિ થતી હોય. જૂન ક્વાર્ટરમાં અનેક દેશોએ અનલોક શરૂ કરતાં ટ્રાવેલ અને લીઝર પ્રવૃત્તિઓ વધી જતાં ગુનેગારોએ આ ઉદ્યોગને પોતાનું નિશાન બનાવ્યું હતું. વૃધ્ધિ પામી રહેલાં આ બજારો ટારગેટ બનવાથી ગેમિંગ ફ્રોડમાં વધારો થયો છે.”

ગુનેગારો દ્વારા ફોકસમાં અચાનક ફેરફાર ફાઇનાન્સિયલ સર્વિસિસમાં દેખાઈ રહ્યો છે. 2021નાં પ્રથમ ચાર મહિના અને 2020નાં છેલ્લાં ચાર મહિનાની સરખામણી કરીએ તો વૈશ્વિક સ્તરે ફાઇનાન્સિયલ સર્વિસિસ ઓનલાઇન ફ્રોડ પ્રયાસો 149 ટકા વધ્યા છે.

જો કે, Q2 2020ની સરખામણીમાં Q2 2021માં શંકાસ્પદ ઓનલાઇન ફાઇનાન્સિયલ સર્વિસ ફ્રોડના પ્રયાસો વૈશ્વિક સ્તરે વધ્યા છે, પણ 18.8 ટકા જેટલાં નીચા દરે. ભારતમાં આ સમયગાળામાં ફાઇનાન્સિયલ સર્વિસ ફ્રોડની સરખામણી કરીએ તો તેમાં 15.35 ટકાનો ઘટાડો થયો છે, જે ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રી દ્વારા ફ્રોડ ડામવા મજબૂત પગલા અપનાવવામાં આવી રહ્યા હોવાનો સંકેત છે.

ભારતમાંથી Q2 2021માં શંકાસ્પદ ડિજિટલ ફ્રોડ પ્રયાસોમાં થયેલો વધારો અને ઘટાડો

 

ઉદ્યોગ શંકાસ્પદ ફ્રોડમાં ફેરફાર (ટકામાં)    ટોચના ફ્રોડ
સૌથી વધુ વધારો (ટકામાં)
ટ્રાવેલ એન્ડ લિઝર 269.72% ક્રેડિટ કાર્ડ ફ્રોડ
કમ્યુનિટીઝ (ઓનલાઇન ડેટિંગ, ફોરમ વગેરે) 267.88% પ્રોફાઇલ ખોટી રીતે રજૂ કરવી
લોજિસ્ટીક્સ 94.84% શિપિંગ ફ્રોડ
સૌથી વધુ ઘટાડો (ટકામાં)
ટેલિકમ્યુનિકેશન્સ -96.64%  સાચી ઓળખની ચોરી
રિટેલ -24.88% અયોગ્ય કન્ટેન્ટ
ગેમ્બલિંગ -31.53% પોલિસી / લાઇસન્સ એગ્રીમેન્ટમાં ભંગ

“મહામારીને કારણે કમ્યુનિટી (ઓનલાઇન ડેટિંગ) અને ઓનલાઇન રિટેલ ટ્રાન્ઝેક્શન્સમાં વધારો થયો હતો. આના માટે લોજિસ્ટીક્સની જરૂર પડે છે, જે ગુનેગારોને સમજાઈ ગયું. ભારતમાં અનલોક બાદ ટ્રાવેલ અને લીઝર ઉદ્યોગમાં વેગ આવતાં તેમાં ટ્રાન્ઝેક્શન્સ વધતાં ગુનેગારોએ આ ઉદ્યોગોને ટારગેટ બનાવી રહ્યા છે.

ગુનેગારો ગ્રાહકોને ટારગેટ બનાવતા હોવાથી ઉદ્યોગ માટે એ જરૂરી છે કે તેઓ તેમનાં ગ્રાહકો માટે પૂરતા પ્રમાણમાં સલામતી આપવાની વ્યવસ્થા ગોઠવે જેથી ગ્રાહકોને પોતાના ટ્રાન્ઝેક્શન્સ સુરક્ષિત હોવાની ખાતરી મળે, ” એમ શાઇએ જણાવ્યું હતું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.