ભારતમાં ચીની સામાનનો બહિષ્કાર, કેટે ઉત્પાદનનોની યાદી બહાર પાડી
નવીદિલ્હી: લદ્દાખ – સીમા પર ચીન ભારતીય સૈનિકો વચ્ચે ટક્કર બાદ ચીની સામાનનો બહિષ્કાર મુદ્દે કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ખુલીને સામે આવ્યું છે. કેટે ચીની સામાનનાં બહિષ્કાર માટે ભારતીય સામાન અમારુ અભિયાન કેમ્પેઇનની શરૂઆત કરી છે. કેટે ચીનમાંથી આયાત થનારી સરેરાશ ૩ હજાર પ્રોડક્ટની યાદી બનાવી છે. જેમાં આજે ૫૦૦ વસ્તુઓની યાદી બહાર પાડી છે. આ વસ્તુઓની આયાત નહી થવામાં ભારત પર કોઇ પ્રભાવ નહી પડે કારણ કે આ તમામ વસ્તુઓ ભારતમાં પહેલાથી જ બનાવવામાં આવી રહી છે.
કેટના અનુસાર તેમનું લક્ષ્ય છે કે, ડિસેમ્બર ૨૦૨૧ સુધી ચીની સામાનોનાં ભારત દ્વારા આયાતમાં લગભગ ૧૩ બિલિયન ડોલર એટલે કે ૧.૫ લાખ કરોડ રૂપિયાનાં ઉત્પાદન ઘટાડી દેવામાં આવે. કેટે પ્રોડક્ટ્સ યાદીમાં રોજિંદા જીવનમાં વપરાતી રમકડા, ફર્નિશિંગ, ફૈબ્રિક, ટેક્સટાઇલ, બિલ્ડર, હાર્ડવેર, ફુટવિયર, ગારમેન્ટસ, કિચરનનો સામાન, લગેજ, હેન્ડબેગ, કોસ્મેટિક, ગિફ્ટ આઇટમ્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ફેશનની ઘડિયાળ, જ્વેલરી, કપડા, સ્ટેશનરી, ઘર વપરાશની વસ્તુઓ, ફર્નીચર, લાઇટિંગ, હેલ્થ પ્રોડક્ટ, પેકેજિંગ પ્રોડક્ટ, ઓટો પાટ્ર્સ, દિવાળી અને હોળીનો સામાન ચશ્મા જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેરના રાષ્ટ્રીય અધ્યક્ષ વી.સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેવાલે કહ્યું કે, હાલમાં ચીન સાથે ભારત લગભગ ૫.૨૫ લાખ કરોડ વાર્ષિક સામાન્ય આયાત કરે છે. તેમણે કહ્યું કે, અમે પહેલા તબક્કામાં આ વસ્તુઓ પર પ્રતિબંધથી ભારત પરનું ભારણ વધશે. હાલ જે વસ્તુઓમાં ટેક્નોલોજી વધારે ઉપયોગ થઇ રહી છે તેનો બહિષ્કારમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યા સુધી આ પ્રકારની ટેક્નોલોજી ભારત અથવા તેના મિત્ર દેશ પાસેથી આવતા ત્યાં સુધી આપણી પાસે કોઇ જ વિકલ્પ નથી.