ભારતમાં ચોવીસ કલાકમાં કોરોના વાયરસના ૧૮૨૨૨ નવા મામલા

નવીદિલ્હી, ભારત સહિત દુનિયાભરના ૧૯૦થી વધુ દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી ૮.૮૮ કરોડથી વધુ લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ચુકયા છએ આ વાયરસ ૧૯.૧૩ લાથથી વધુ સંક્રમિતોની જીંદગી પણ છીનવાઇ ગઇ છે. ભારતમાં પણ દરરોજ કોવિડ ૧૯ના મામલા વધી રહ્યાં છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા એક કરોડ પારથી ચુકી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૦૪,૩૧,૬૩૯ થઇ ગઇ છે. ગત ચોવીસ કલાકમાં કોરોનાના ૧૮,૨૨૨ નવા મામલા સામે આવ્યા છે.
ગત ૨૪ કલાકમાં ૧૯,૨૫૩ દર્દી ઠીક થઇ ચુકયા છે ૧,૫૦,૭૯૮ લોકોના જીવ ગયા છે.કોરોનાના વર્તમાન મામલાની સંખ્યા ૨.૫ લાખની નીચે છે આ સમયે દેશમાં ૨,૨૪,૧૯૦ એકિટવ કેસ છે રિકવરી રેટની વાત કરીએ તો આ સામાન્ય કમી બાદ ૯૬.૪ ટકા પર પહોંચી ગયા છે પોઝિટિવિટી રેટ ૧.૯૮ ટકા છે ડેથ રેટ ૧.૪૪ ટકા છે.૮ જાન્યુઆરીએ ૯,૧૬,૯૫૧ કોરોના સેંપલ ટેસ્ટ કરવામાં આવ્યા હજુ સુધી કુલ ૧૮,૦૨,૫૩,૩૧૫ સેંપલ ટેસ્ટ કરવામાં આવી ચુકયા છે.
એ યાદ રહે કે શુક્રવારથી યુકેથી ભારત માટે હવાઇ સેવા શરૂ થઇ ગઇ છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી વિમાની મથકે ટ્વીટ કરી બ્રિટેનથી આવનારા હવાઇ યાત્રીકોની કોરોના વાયરસ ટેસ્ટિંગ અને આઇસોલેશન નિયમોને લઇ નિર્દેશોને સ્પષ્ટ કર્યા છે.તેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડના આરટી પીસીઆર ટેસ્ટને લઇ રાહ જાેવાની મુદ્ત ૧૦ કલાક સુધી હોઇ શકે છે તપાસનો ખર્ચ અને ટેસ્ટિંગનું પરિણામ આવવા સુધીની મુદ્તમાં રોકાવાની વ્યવસ્થા યાત્રીકોએ ખુદ કરવાની રહેશે.
ત્યારબાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી વિમાની મથકેથી એક ૩૪ સેંકન્ડની વીડિયો સામે આવ્યા જેમાં દિવસના ૧૦.૩૦ કલાક બ્રિટનથી ૨૫૦ યાત્રકોને લઇ આવેલ વિમાનના દિલ્હી પહોંચ્યા બાદ અવ્યવસ્થાને જાેઇ શકાય છએ વીડિયોમાં કોરોનાની તપાસ અને અન્ય નિયમોમાં વધારાના સમયમાં પરિવર્તનના કારણે લોકો નારાજ જાેવા મળ્યા હતાં.HS