ભારતમાં છૂટાછેડા પામેલ બહેનને ભાઇ એકલી નથી છોડી દેતો: દિલ્હી હાઇકોર્ટ

નવીદિલ્હી,દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે ભારતમાં ભાઇ પોતાની છૂટાછેડા પામેલી બહેનને એકલી નથી છોડી દેતો, એવામાં અદાલતોએ વ્યક્તિની પત્નીના પક્ષમાં ભરણપોષણનો આદેશ પસાર કરતી વખતે પોતાની બહેનના સમર્થનમાં ભાઇ દ્વારા કરવામાં આવેલા ખર્ચને ધ્યાનમાં રાખવો જાેઇએ.
હાઇકોર્ટે કહ્યું કે તેમાં શંકાને કોઇ સ્થાન નથી કે બહેનને પોતાના પતિ પાસેથી ભરણપોષણ મળે છે તેમ છતાંય જ્યારે પણ તેને ભાઇની મદદની જરૂર પડે છે ત્યારે ભાઇ તેના દુઃખને જાેઇને મૂકદર્શક રહી ન શકે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ પોતાના આદેશમાં કહ્યું કે ભાઇ-બહેનને મદદ કરવા માટે તેના ખર્ચની યાદીમાં કેટલીક જાેગવાઇઓ કરવાની આવશ્યકતા છે.
તેમણે કહ્યું કે વ્યક્તિની આવકને વિભાજિત કરતી વખતે તેની આવકનો એક હિસ્સો બહેનને મદદના નામે વિભાજિત કરી ન શકાય.જાેકે કેટલીક રકમ વાર્ષિક આધારે કરાયેલા ખર્ચ પેટે છૂટાછેડા લેનારી બહેન માટે અલગ મૂકવી જાેઇએ. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશ વિરૂદ્ઘ અરજી પર આ ટિપ્પણી કરી હતી.
મહિલાએ ફેમિલી કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા માસિક ૬ હજાર રૂપિયાના ભરણપોષણના આદેશને પડકાર્યો હતો. સાથે જ ભરણપોષણની રકમ વધારવાની માંગ કરી હતી. મહિલાના પતિએ બીજા લગ્ન કરી લીધા છે અને તેનાથી તેને એક બાળક પણ છે.
વ્યક્તિએ હાઇકોર્ટને જણાવ્યું કે તેના પર પોતાની નવી પત્ની અને બાળકો ઉપરાંત ૭૯ વર્ષીય વૃદ્ઘ પિતા અને છૂટાછેડા પામેલી એક બહેનની જવાબદારી છે. હાઇકોર્ટે કહ્યું કે દરેક કેસનો ર્નિણય તેની વિશેષ અને વિશિષ્ટ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા જાણવો જાેઇએ જે અદાલતના વિવેક પર ર્નિભર કરે છે.
કોર્ટે કહ્યું કે ભરણપોષણ સાથે જાેડાયેલા કેસોમાં આર્થિક ક્ષમતાના સંદર્ભમાં ગણતરી કરવી જાેઇએ પરંતુ તેને પારિવારિક પરિસ્થિતિઓને ધ્યાન્માં રાખતા કરવાની આવશ્યકતા છે. હાઇકોર્ટે તમામ તથ્યોને ધ્યાનમાં રાખતા ફેમિલી કોર્ટના આદેશને સંશોધિત કરતાં મહિલાના પતિને નિર્દેશ આપ્યો કે તે અલગ રહેતી પત્નીને રૂા. ૬ હજારને બદલે માસિક રૂા. ૭૫૦૦ ખાધાખોરાકી આપે.HS1KP