ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૮૩૮૮૩ નવા કેસ
નવીદિલ્હી, ભારતમાં કોવિડ ૧૯ના મામલા સાડા ૩૮ લાખના આંકડાને પાર કરી ચુકયા છે ગુરૂવારે કોરોના સંક્રમણના મામલામાં અત્યાર સુધી સૌથી મોટો ઉછાળ જાેવા મળી રહ્યો છે ગુરૂવારે એક જ દિવસમાં ૮૩,૮૮૩ નવા મામલા સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ગુરૂવારે સવારે અભ્યાસ કરવામાં આવેલ આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૧,૦૪૩ લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા વધી ૬૭,૩૭૬ થઇ ગયા છે દેશમાં સંક્રમણના મામલા વધી ૩૮,૫૩,૪૦૭ થઇ ગયા છે જેમાંથી ૮,૧૫,૫૩૮ લોકોની સારવાર ચાલી રહી છે અને ૨૯,૭૦,૪૯૩ લોકો સારવાર બાદ આ બીમારીથી સાજા થઇ ગયા છે સંક્રમણના કુલ મામલામાં વિદેશી નાગરિક પણ સામેલ છે. આઇસીએમઆર તરફથી જારી આંકડા અનુસાર દેશભરમાં બે સપ્ટેમ્બર સુધી કુલ ૪,૫૫, ૦૯,૩૮૦ નમુનાની તપાસ કરવામાં આવી જેમાં બુધવારે એક દિવસમાં ૧૧,૭૨,૧૭૯ નમુનાની તપાસ કરવામાં આવી આ અત્યાર સુધી એક દિવસમાં તપાસની સૌથી મોટી સંખ્યા છે.
સારી વાત એ છે કે સંક્રણથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા સાડા ૨૯ લાખથી વધુ થઇ છે અને તપાસમાં તેજી આવી રહી છે.HS