ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૧ હજારથી વધુ કોરોનાના કેસ
નવીદિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણને લઇ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે કોરોના ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવામાં આવે. અનેક રાજયોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે.અનેક રાજયોમાં ફરીથી એકવાર કરફયુ અને રાત્રિ લોકડાઉનનો સહારો લેવામાં આવી રહ્યાં છે આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરવા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૩૨૨ નવા દર્દીઓ નોંધાયા છે.આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા ૯૩,૫૧,૧૧૦ પર પહોંચી ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર હાલ દેશમાં કોરોનાના ૪,૫૪,૯૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે જયારે ૮૭,૫૯,૯૬૯ દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે એક જ દિવસમાં કોરોનાથી ૪૮૫ લોકોના મૃત્યુ થયા છે.કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૩૬,૨૦૦ ઉપર પહોંચી ગયો છે. હાલમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજય છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૬૧૮૫ કેસ સામે આવ્યા છે.આ સાથે જ રાજયમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૮,૦૮,૫૫૦ થઇ ગઇ છે.શુક્રવારે કોરોનાથી રાજયમાં ૮૫ લોકોના જીવ ગયા છે કુલ મૃત્યુ આંક ૪૬,૮૯૮ થયો છે. મહારાષ્ટ્ર સરકારે ૩૦ સપ્ટેમ્બર અને ૧૪ ઓકટોબરના રોજ મિશન બિગિન અગેનની નવી ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં કન્ટેન્મેન્ટ ઝોન બહારની દુકાનોને સવારે ૯થી રાતના ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ અપાઇ હતી. મહારાષ્ટ્રમાં પાંચ નવેમ્બરના રોજ મહામારીને ધ્યાનમાં રાખીને નિયમોમાં થોડી છુટ પણ આપવામાં આવી હતી.HS