Western Times News

Gujarati News

ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૦,૫૫૦ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, ભારતમાં શીત લહેર ચાલી રહી છે જેની સાથેસાથે કોરોનાના સામે આવતા નવા કેસોમાં પણ ઘટાડો નોંધાતા આંશિક રાહત મળી રહી છે આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૫૫૦ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૨૮૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‌ છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૨,૪૪,૮૫૩ થઇ ગઇ છે.

ભારતમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૯૮ લાખ ૩૪ હજાર ૧૪૧ લોકો સાજા થઇ ગયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ૨૬,૫૭૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.હાલમાં ૨,૬૨,૨૭૨ એકિટવ કેસો છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૮,૪૩૯ લોકોન કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ભારતમાં કુલ ૧૭,૦૯,૨૨,૦૩૦ કોરો સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે સોમવારના ૨૪ કલાકમાં ૧૧,૨૦,૨૮૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો કોરોના વાયરસના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે રાજયમાં ૨૯મી ડિસેમ્બરના રોજ માત્ર ૮૦૪ નવા કેસ નોંધાયા છે જયારે રાજયમાં ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મોત થયા છે રાજયમાં નવા કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ ધરખમ વધારો થઇ રહ્યો છે.રાજયમાં ૨૪ કલાકમાં ૯૯૯ દર્દી સાજા થયા છે આજના કેસની સંખ્યા ઉમેરતા રાજયમાં કુલ કેસન આંકડો ૨,૪૩,૪૯૫ થઇ ગયો છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૭૦.સુરતમાં ૧૫૬,વડોદરામાં ૧૩૦ રાજકોટમાં ૯૧,કચ્છમાં ૨૩ મહેસાણામાં ૨૧, બનાસકાંઠામાં ૧૦ પંચમહાલમાં ૧૮ ખેડામાં ૧૫ ભાવનગરમાં ૭ ગાંધીનગરમાં ૨૪ જુનાગડમાં ૧૩ સાબરકાંઠામાં ૧૦ ભરૂચમાં ૧૮ દાહોદમાં ૧૮ કેસ નોંધાયા છે. આમ કુલ ૮૦૪ કેસ નોધાયા છે. રાજયમાં વધુ સાત દર્દીઓના મોત નિપજયા છે આ કુલ મૃત્યુ આંક ૪૨૯૫ પર પહોંચ્યા છે. અમદાવાદમાં ત્રણ બનાસકાંઠા સુરત બોટાદ અને સુરતમાં એક એક મોત નિપજયા છે.
રાજયોનો રિકવરી રેટ ૯૪.૧૨ ટકા પર પહોચ્યો છે રાજયમાં કુલ ૫,૨૦,૩૪૦ વ્યક્તિ હજુ હોમ કવોરન્ટાઇન હેઠળ છે જયારે ૧૧૩ વ્યક્તિ સરકારી ફેસેલીટીમાં કવોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલમાં કુલ ૧૦૦૨૧ કેસ એકિટવ છે અને સારવાર લઇ રહ્યાં છે જયારે ૬૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.