ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૪૨૪ નવા કેસ
નવીદિલ્હી, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૪૨૪ નવા કેસ સામે આવ્યા અને ૧૧૭૪ મોત થયા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં કુલ પોઝીટીવ મામલાની સંખ્યા વધીને ૫૨૧૪૬૭૮ થઇ ગઇ છે જેમાં ૧૦૧૭૫૪સક્રિય મામલા છે અને ૪૧૧૨૫૫૨ યોગ્ય થઇ ચુકયા છે. જયારે દેશભરમાં કોરોનાથી અત્યાર સુધી ૮૪,૩૭૨ દર્દીઓના મોત થઇ ચુકયા છે. આરોગ્ય મંત્રાલયનું કહેવુ છે કે લગભગ ૬૦ ટકા સક્રિય મામલા પાંચ સૌથી વધુ પ્રભાવિત રાજયોથી છે ૧૩ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જયાં આજે પણ ૫૦૦૦થી ઓછા સક્રિય મામલા છે.
આઇસીએમઆરના જણાવ્યા અનુસાર કોવિડ ૧૯ માટે ૧૭ સપ્ટેમ્બર સુધી ૬,૧૫,૭૨,૩૪૩ નમુનાની તપાસ કરવામાં આવી છે તેમાં ગુરૂવારે ૧૦,૦૬,૬૧૫ નમુનાની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના મૃત્યુ દર ૧.૬૪ ટકાની સાથે દુનિયામાં સૌથી ઓછો છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય આ દરને ઓછો કરવા માટે એક ટકાથી નીચે લાવવાનું છે.જયારે દર્દીના સાજા થવાનો દર ૭૮ ટકા જેટલો છે.HS