Western Times News

Gujarati News

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૫,૩૬૨ કેસ

નવીદિલ્હી, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૮૫,૩૬૨ નવા મામલા સામે આવ્યા છે અને ૧,૦૮૯ મોતની સાથે કુલ આંકડો ૫૯ લાખને પાર કરી ગયો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર કુલ ૫૯,૦૩,૯૩૩ મામલામાંથી ૯,૬૦,૯૬૯ સક્રિય ૪૮,૪૯, ૫૮૫ ઠીક થઇ ચુકયા છે અને ૯૩, ૩૭૯ માત સામેલ છે.

ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે દરરોજ કોરોનાના વાયરસના પોઝીટીવ મામલા ભયજનક રેકોર્ડ બનાવતા જઇ રહ્યાં છે પરંતુ આ દરમિયાન સારા અહેવાલો પણ છે કોરોના સંક્રમણના વધતા મામલાની વચ્ચે રાહતની વાત એ છે કે ગત પાંચ દિવસોથી સતત કોરોના વાયરસથી ઠીક થનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત સતત પાંચ દિવસોમાં દેશમાં દરરોજ સામે આવેલા કોરોના પોઝીટીવ કેસોમાંથી વધુ રિકવરી કરનારાઓની સંખ્યા છે.

આરોગ્ય મંત્રાલયે ગત પાંચ દિવસના ડેટા જારી કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સતત ગત પાંચ દિવસોથી કોરોનાનાથી રિકવરી થનારા દર્દીઓની સંખ્યા કોરોના વાયરસની સામે આવેલ નવા કેસોની સંખ્યાથી વધુ છે.૧૯ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર સુધી એટલે કે સતત પાંચ દિવસ કોરોનાના નવા મામલાથી વધુ તેનાથી ઠીક થઇ ચુકેલા લોકોની સંખ્યા રહી છે.કોરોનાને અટકાવવા માટે પગલા લેવાઇ રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.