ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨,૨૮૬ નવા કેસ
નવીદિલ્હી: આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨,૨૮૬ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૯૧ લોકોની આ સંક્રમણના કારણો મોત થયા છે. વળી, ભારત સરકારનુ કહેવુ છે કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ અને ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત વૃદ્ધિ જાેવા મળી રહી છે. કોવિડ-૧૯ના વધતા કેસોને જાેતા આ રાજ્યોએ પૂરી સતર્કતા રાખવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારે કહ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વાયરસથી કોઈ પણ મોત થયાના સમાચાર સામે આવ્યા નથી.
આખા ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં મળેલા કોરોનાના કુલ કેસોમાંથી ૮૭ ટકા કેસ એકલા મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાતમાં જ જાેવા મળ્યા છે. આ રાજ્યોમાં કોરોના કેસોમાં થઈ રહેલ સતત વૃદ્ધિએ સરકાની ચિંતાઓ વધારી દીધી છે. દેશમાં જાેવા મળેલ નવા કોસમાંથી બે તૃતીયાંશ એકલા કેરળ અને મહારાષ્ટ્રમાં મળ્યા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર આ બંને રાજ્યોમાં કોરોનાના ૧૦ હજારથી વધુ સક્રિય કેસ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે જે મોત થયા છે તેમાંથી ૮૭ ટકા મોત આ ૬ રાજ્યોમાં થઈ છે.
આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં મોતનો આંકડો સૌથી વધુ (૬૨)છે. વળી, કેરળ(૧૫) અને પંજાબ(૭) મોત સાથે બીજા તેમજ ત્રીજા સ્થાને છે. સોમવારે દેશમાં કોરોના વાયરસના ૧૫,૫૧૦ નવા કેસ સામે આવ્યા. આ સાથે મહારાષ્ટ્રમાં સોમવારે સર્વાધિક દૈનિક કેસ ૮૨૯૩ જાેવા મળ્યા.
આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને કોરોના વાયરસ માટે દિશા નિર્દેશનુ પાલન ન કરવા પર અધિકારીઓને લૉકડાઉન લગાવવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકાર પણ આ રાજ્યોના સતત સંપર્કમાં છે. આ ઉપરાંત જાે દેશમાં થનાર રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી ૧ કરોડ, ૪૩ લાખ, ૧ હજાર, બસો છાસઠ લોકોને અત્યાર સુધી રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે જેમાંથી ૨૪ લાખ, ૫૬ હજાર એકસો એકાણુ લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.