ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૨૨ લોકોનાં મોત
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૫૪૯ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૩૮,૮૮૭ લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૪૨૨ લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ મોતની ટકાવારી ૧.૩ ટકા છે. જ્યારે સાજા થવાનો દર ૯૭.૪ ટકા છે. નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩ કરોડ ૧૭ લાખ ૨૬ હજાર અને ૫૦૭ થઈ છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા ૩ કરોડ ૦૮ લાખ ૯૬ હજાર ૩૫૪ થઈ છે.
દેશમાં કોરોનાથી કુલ ૪ લાખ ૨૫ હજાર ૧૯૫ લોકોનાં મોત થયા છે. કોરોનાની વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં કુલ ૪૭ કરોડ ૧૨ લાખ ૯૪ હજાર ૭૮૯ લોકોને વેક્સીન આપવમાં આવી ચૂકી છે. બીજી ઓગસ્ટના રોજ દેશમાં ૧૬ લાખ ૪૯ હજાર ૨૯૫ લોકોને કોરોના વેક્સી આપવામાં આવી ચૂકી છે. દેશમાં કોરોનાને કારણે કેરળની સ્થિતિ ખરાબ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૩,૯૮૪ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૫,૯૨૩ લોકો સાજા થયા છે.
કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૧૮ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રની વાત કવરામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૯૦ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૬૯ નવા કેસ નોંધાયા છે, જેની સામે ૮૪૨૯ લોકો સાજા થયા છે. ઓડિશામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૬૭ લોકોનાં મોત થયા છે. અહીં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૩૨ કેસ નોંધાયા છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૨ કેસ નોંધાયા છે.
જેની સામે ૨૫ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૭૬ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૪ ટકા છે. અત્યારસુધીમાં ૩,૪૦,૭૬,૪૦૧ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.
સોમવારે કુલ ૨,૪૯,૦૯૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે, જેના કારણે હવે ૨૦-૩૦ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં સોમવારે કુલ ૨૮ જિલ્લા અને ૪ મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. આમ શહેર હોય કે ગામ ગુજરાતમાં કોરોના કાબૂમાં છે. બીજી તરફ રાજ્યમાં હાલમાં ફક્ત ૨૫૧ એક્ટિવ કેસ છે, આ પૈકીના ૦૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૮,૧૪, ૫૯૫ લોકો ડિસ્ચાર્જ થયા છે.