ભારતમાં છેલ્લા 8 દિવસથી 50 હજાર કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા
સક્રિય કેસનું ભારણ સતત ઘટાડાના માર્ગે અગ્રેસર
ભારતમાં સતત આઠ દિવસમાં દૈનિક 50,000થી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં ફક્ત 41,100 વ્યક્તિઓને કોવિડ ચેપ લાગ્યો છે. દૈનિક નવા કેસ છેલ્લે 7 નવેમ્બરના રોજ 50 હજારથી વધુ નોંધાયા હતા. મહત્વની ધારણા મુજબ વૈવિધ્યસભર વસ્તી જૂથોમાં કોવિડ યોગ્ય વર્તણૂકના સફળ પ્રસાર ઉપરાંત આ વલણ વ્યાપક છે કારણ કે યુરોપ અને અમેરિકાના ઘણા દેશોમાં તેમની દૈનિક સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતે પણ 42,156 સાજા થયેલા કેસની નવી સંખ્યા નોંધાવી હતી જેના પગલે સક્રિય કેસના ભારણમાં વધુ ઘટાડો થયો છે. ભારતમાં હાલમાં 4,79,216 સક્રિય કેસ છે,જે ભારતમાં કુલ પોઝિટિવ કેસના માત્ર 5.44% છે. 15 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારત કરતા પ્રત્યેક દસ લાખની વસ્તીએ ઓછા (6,387) કેસ છે.
દર 24-કલાકના ચક્રમાં નવા કેસની સરખામણીએ સાજા થયેલા કેસની સંખ્યા વધુ છે પરિણામે સાજા થવાના દરમાં સુધારો થયો છે અને તે આજે 93.09% થયો છે. કુલ સાજા થયેલા કેસ 82,05,728 થઈ ગયા છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર હાલમાં સતત વધી રહ્યું છે જે 77,26,512 છે.
નવા સાજા થયેલા કેસોમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 79.91% ફાળો આપ્યો છે. કોવિડમાંથી 7,117 વ્યક્તિઓ સ્વસ્થ થતાં દિલ્હીમાં સૌથી વધુ સાજા થયેલા કેસની સંખ્યા જોવા મળી. કેરળમાં 6,793 દૈનિક રિકવરી નોંધાઈ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 4,479 નવી રિકવરી નોંધાઈ છે. દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ નવા કેસમાંથી 82.87% ફાળો આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 7,340 કેસ નોંધાયા છે. ગઈકાલે કેરળમાં 6,357 નવા કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 4,237 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 447 મૃત્યુઆંકમાંથી 85.01% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે. અહેવાલ મુજબ નવા મૃત્યુઆંકમાંથી 23.5% મહારાષ્ટ્રની છે જેમાં 105 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 96 અને 53 નવા મૃત્યુ થયા છે. 21 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ 94ની સરખામણીએ પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુ ઓછા છે.