Western Times News

Gujarati News

ભારતમાં જુલાઈ સુધી રસીની અછત રહી શકે છે : પુનાવાલા

નવી દિલ્હી: દેશમાં કોરોનાના હાહાકારી સંક્રમણ સામે લડવા માટે વેક્સીન એક માત્ર હથિયાર હોવાનુ ડોકટરો કહી રહ્યા છે અને તેના કારણે લોકો હવે વેક્સીન લેવા ધસારો કરી રહ્યા છે ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ કહેવુ છે કે, દેશમાં જુલાઈ સુધી વેક્સીનની અછત જાેવા મળી શકે છે.

કોરોના વાયરસે એવી સ્થિતિ પેદા કરી છે કે, હોસ્પિટલોમાં જરુરી સાધનો નથી અને બીજી તરફ હવે વેક્સીનના પણ ફાંફા પડી રહ્યા છે.એક મીડિયા વેબસાઈટના અહેવાલમાં પૂનાવાલાને હવાલાથી કહેવાયુ છે કે, એક દિવસમાં અત્યારે ૬૦ થી ૭૦ મિલિયન વેક્સીન ડોઝનુ ઉત્પાદન થાય છે અને તે વધારીને ૧૦૦ મિલિયન કરવા માટે જુલાઈ સુધીનો સમય લાગી જશે.
હાલમાં કેન્દ્ર સરકારે ૧૮ વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સીન લેવા માટે મંજૂરી આપી છે ત્યારે હવે વેક્સીનની અછત છે.જેના કારણે ઘણા લોકો વેક્સીન લેવા ઈચ્છતા હોવા છતા વેક્સીન લઈ શકે તેમ નથી.

પૂનાવાલાએ કહ્યુ હતુ કે, જાન્યુઆરીમાં બીજી લહેર આવશે તેવી અપેક્ષા કોઈને નહોતી.તે વખતે નવા કેસ ઓછા થઈ રહ્યા હતા.દરેકને લાગી રહ્યુ હતુ કે, દેશે કોરોનાની પહેલી લહેરને હરાવી દીધી છે.પોતાનો બચાવ કરીને પૂનાવાલાએ કહ્યુ હતુ કે, રાજકારણીઓ અને ટીકાકારો દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યુટને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો હતો.અમારી પાસે પહેલા કોઈ આદેશ નહોતો.અમને નહોતુ લાગતુ કે અમે એક વર્ષમાં એક અબજ વેક્સીન બનાવીશું. દરમિયાન હાલમાં બ્રિટન જતા રહેલા પૂનાવાલાએ બહુ જલ્દી ભારત પાછા આવવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.