ભારતમાં ઝડપથી કોરોનાનો નવો વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે

નવીદિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનીની દહેશત દુનિયાભરમાં છે. આ બધા વચ્ચે ભારતમાં ઓમીક્રોનીના ત્રણ નવા કેસ મળતા હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં ૨ અને ગુજરાતમાં એક નવો કેસ નોંધાયો છે. આ સાથે ભારતમાં ઓમીક્રોનીના કેસની સંખ્યા ૪૧ પર પહોંચી ગઈ છે.
અત્રે જણાવવાનું કે સોમવારે મહારાષ્ટ્રના લાતૂર અને પુણેમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો. ગુજરાતના સૂરતમાં પણ એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યો. સમગ્ર ભારતમાં ઓમિક્રોનની સંખ્યાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ૨૦, રાજસ્થાનમાં ૯, ગુજરાતમાં ૪, કર્ણાટકમાં ૩, કેરળમાં એક, આંધ્ર પ્રદેશમાં ૧, દિલ્હીમાં ૨ અને ચંડીગઢમાં એક કેસ છે.
કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં થયું છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને પણ આ વાતની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં ઓમીક્રોનીના ૬૩૩ કેસ નોંધાયા છે. જેઓ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે ઓમિક્રોનને લઈને ભારત પણ એકદમ સતર્ક છે.
જેની ઝલક તમિલનાડુ સરકારના એક ર્નિણયમાં જાેવા મળી. કોરોના સંક્રમણને કારણે તમિલનાડુ સરકારે નવા વર્ષે સમુદ્ર પર થતી બીચ પાર્ટી પર રોક લગાવી છે.HS