ભારતમાં ટી ૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાવવું મુશ્કેલઃ માઇકલ હસી
નવીદિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ હસીને લાગે છે કે આ વર્ષે ભારતમાં ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરવું સરળ નથી. તેણે કહ્યું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિઓને જાેતા લાગતું નથી કે આ વર્ષે ભારતમાં ટી૨૦ વિશ્વકપનું આયોજન થઈ શકશે. ટી૨૦ વિશ્વકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે.
માઇકલ હસી આઈપીએલ ૨૦૨૧ માટે ભારતમાં હતો. તે ચેન્નઈ સુપર કિંગ્સનો બેટિંગ કોચ છે. તે આ સપ્તાહની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. મેના પ્રથમ સપ્તાહમાં આઈપીએલ સ્થગિત થયા બાદ હસી કોવિડ-૧૯થી સંક્રમિત થયો હતો અને આઈસોલેશનમાં હતો.
માઇકલ હસીને જ્યારે આ વર્ષે ભારતમાં ટી૨૦ વિશ્વકપના આયોજન કરાવવાની આશા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- મને લાગે છે કે ભારતમાં ટી૨૦ વિશ્વકપનું આયોજન મુશ્કેલ હશે. આપણે આઈપીએલની આઠ ટીમોને જાેઈ. મારો મત છે કે વિશ્વકપમાં તેનાથી વધુ ટીમો હશે. જાે તે અલગ-અલગ શહેરમાં રમશે તો ખતરો વધુ હશે.
માઇકલ હસીએ કહ્યુ કે, સારૂ રહેશે જાે ટી૨૦ વિશ્વકપને યૂએઈ કે કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવે. આ સ્થિતિમાં ટીમો ભારતનો પ્રવાસ કરવામાં ડરશે. હસીએ કહ્યુ- મને લાગે છે કે બીસીસીઆઈએ જલદીથી કોઈ પ્લાન બનાવવો પડશે. લગભગ આઈપીએલને યૂએઈ કે કોઈ અન્ય દેશ ટી૨૦ વિશ્વકપમાં શિફ્ટ કરવો પડશે. મને લાગે છે કે ઘણા ક્રિકેટ બોર્ડ આ ટૂર્નામેન્ટ માટે ભારત જતા બચવા ઈચ્છશે.