ભારતમાં ત્રીજી લહેરમાં રોજના ૩૦ લાખ કેસ આવે તેવી શક્યતા
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દરમિયાન દરરોજ ૩૦ લાખ કેસ આવી શકે છે. અમેરિકન ફર્મ નોમુરાનું આ ડરામણું અનુમાન છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ ફર્મે શુક્રવારે એક નોંધમાં ઓમિક્રોનના કારણે ભારતમાં ત્રીજી લહેરની સાથે સંબંધિત અંદાજાે જાહેર કર્યા હતા. નોમુરાના જણાવ્યા અનુસાર જાે ઓમિક્રોન અમેરિકાની જેમ ભારતમાં ફેલાય છે તો પીક દરમિયાન દરરોજ ૩૦ લાખ કેસ નોંધાઈ શકે છે. ફર્મે ચેતવણી આપતા કહ્યું કે ઓમિક્રોનના કારણે ભારતની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી શકે છે.
જાે ભારતમાં ઓમિક્રોન ચેપ દક્ષિણ આફ્રિકાની જેમ ફેલાયો તો દરરોજ ૭૪૦,૦૦૦ કેસોનો અંદાજ છે. નોમુરાએ ચેતવણી આપી હતી કે ત્રીજી લહેરમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડશે. તેની સાથે જ મોંઘવારી પણ વધશે, જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એપ્રિલથી રેપો રેટ વધારવો પડી શકે છે. આ રીતે કંપનીએ ભારત માટે મોટા જાેખમોની આશંકા દર્શાવી છે.
શુક્રવારે ભારતમાં કોરોના વાયરસના ૧,૪૧,૯૮૬ નવા કેસ નોંધાયા હતા. શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર કોવિડના કુલ કેસોની સંખ્યા ૩,૫૩,૬૮,૩૭૨ પર પહોંચી ગઈ છે. તેમાં ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઓમિક્રોન વેરિઅન્ટના ૩,૦૭૧ કેસ સામેલ છે.
નોમુરાએ કહ્યું કે ભારત, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં કુલ વસ્તીના માત્ર ૪૫% લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, જાે ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપના કેસ આટલા વધારે છે, તો આરોગ્ય સંભાળ સિસ્ટમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. નોમુરાના જણાવ્યા અનુસાર ઓમિક્રોને અનિશ્ચિતતામાં વધારો કર્યો છે પરંતુ અમે ૨૦૨૨ના પહેલા ભાગમાં એશિયામાં રિકવરી થતી જાેઈ રહ્યા છીએ. ફર્મના જણાવ્યા અનુસાર અર્થતંત્ર પર ઓમિક્રોનની અસર ૨૦૨૨ના મધ્ય સુધીમાં દેખાવાનું શરૂ થઈ શકે છે.SSS