Western Times News

Gujarati News

આ ટૂથપેસ્ટ દાંતની અંદરની સંવેદનશીલ નસોને નરમ કરવામાં મદદ કરે છે

પ્રતિકાત્મક

ભારતમાં દર બેમાંથી એક વ્યક્તિ સંવેદનશીલ દાંત ધરાવે છે-જીએસકે કન્ઝ્યુમર હેલ્થકેર દ્વારા સેન્સોડીન અને ગમ પોર્ટફોલિયો લોન્ચ કરાયો -ઓરલ હેલ્થ કેટેગરીમાં સેન્સોડીનની ભૂમિકાને મજબૂત બનાવી

અનેક અગ્રણી કન્ઝ્યુમર હેલ્થકેર કંપનીઓમાંની એક એવીજીએસકે કન્ઝ્યુમર હેલ્થકેર દ્વારા આજે સેન્સોડીન સેન્સિટીવીટી અને ગમ પોર્ટફોલિયોને ભારતમાં લોન્ચ કરાયુ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ચડીયાતા વિજ્ઞાનના સમર્થનથી સેન્સોડીન સેન્સિટીવીટી અને ગમ પોર્ટફોલિયો લોકોને એકંદરે ઓરલ હેલ્થ સ્વચ્છતાનું વ્યવસ્થાપન કરવા માટે વિશ્વસનીય ઉકેલ પૂરો પાડે છે અને લોકોને વધુને વધુ કાર્યો હાથ ધરવા માટે મદદ કરે તેવી પ્રોડક્ટ્સ લાવવાના, વધુ સારુ અનુભવવા અને વધુ જીવવા માટે કંપનીના સ્વપ્નને વધુ મજબૂત બનાવે છે.

જીએસકે કન્ઝ્યુમર હેલ્થકેરના એરિયા માર્કેટિંગ ડિરેક્ટર અનુરીતા ચોપ્રાએ જણાવ્યું હતુ કે, “સેન્સોડીન દેશની અનેક અગ્રણી બ્રાન્ડઝમાંની એક છે અને હંમેશા એવી વિજ્ઞાન આધારિત પ્રોડક્ટસ લાવવાનો પ્રયત્ન કરે છેજે સંબંધિત ઉપભોક્તાઓની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અમે સમજીએ છીએ કે ભારતમાં કરોડો લોકો સંવેદનશીલ દાંત ધરાવે છે અને તેમન ગમને લગતી સમસ્યાઓ પણ હોય છે. આ બાબત તેમના દૈનિક જીવનમાં સમાધાનમાં પરિણમી શકે છે તેવી અમે પ્રતીતી કરી છે. સેન્સોડીન સેન્સિટીવીટી એન્ડ ગમ તેના બેવડા લાભના ગુણધર્મ સાથે એક સરળ ઉકેલ છે

જે તેમને તે સમસ્યા નાથવામાં મદદ કરી શકે છે, અને તે રીતે તેમને દાંતની સંવેદનશીલતા અને ગમની સમસ્યા વિશે ચિંતા કર્યા વિના દરરોજનું જીવન વ્યતીત કરવામાં મદદ કરે છે. અમને આત્મવિશ્વાસ છે કે પોર્ટફોલિયોને ઉપભોક્તાઓ દ્વારા સારો આવકાર મળશે અને દેશભરમાં સેન્સોડીન બ્રાન્ડને મજબૂત બનાવવામાં મદદ કરશે.”

ગમનું નબળું આરોગ્ય દાંતની સંવેદનશીલતાના અનેક અગ્રણી કારણોમાંનું એક છે. જેમ ગમ ઓછો થતો જાય છે તેમ સમય જતા તેની નીચેનું દંતીન ખુલ્લુ પડી જાય છે અને બાહ્ય પરિબળ (જેમ કે ઠંડુ પાણી, ચા વગેરે) દાંતની અંદરની નસોને ઉત્તેજીત કરે છે અને તેના કારણે દાંતની સંવેદનશીલતાની ટૂંકી, તીવ્ર સંવેદના થાય છે.

ભારતમાં દર બેમાંથી એક વ્યક્તિ સંવેદનશીલ દાંત ધરાવે છે તેમાં પણ ગમની મુશ્કેલી હોય છે જેનાથી કદાચ તે અસાવધ હોઇ શકે છે. સેન્સોડીન સેન્સિટીવીટી અને ગમ તેના બેવડા લાભો સાથે દૈનિક સંવેદનશીલતા રક્ષણ પૂરુ પાડે છે અને ગમના આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.

ટૂથપેસ્ટ દાંતની અંદરની ખુલ્લી સંવેદનશીલ નસોને રક્ષણ પૂરું પાડે છે અને ગમના આરોગ્ય સુધારવામાં મદદ કરે છે. ટૂથપેસ્ટ દાંતની અંદરની સંવેદનશીલ નસોને નરમ કરવામાં મદદ કરે છે અને તેની સાથે ચોખ્ખા, આરોગ્યપ્રદ ગમ્સ જાળવી રાખવા માટે દાંતની છરી વાળા બેક્ટેરીયાને દૂર કરવામાં મદદ કરે છે.

સૌપ્રથમ વખત, સેન્સોડીન પેસ્ટ સાથે ટૂથબ્રશ પણ લોન્ચ કરી રહી છે. સેન્સોડીન સેન્સિટીવીટી અને ગમ ટૂથબ્રશની વિશિષ્ટ ડિઝાઇન સાથે આવે છે જે દાંતોને નરમાઇથી અને અસરકારક રીતે સાફ કરવા માટે નરમ દાંતાનો ઉપયોગ કરે છે, ગમલાઇન વિ સપાટ ટ્રીમવાળા ટૂથબ્રશ સાથે ત્રણ ગણી વધુ સારી પહોંચ ધરાવે છે. આ બ્રશનું હેન્ડલ અલગ પણ છે અને તે બોલ જોઇન્ટ નેક સાથે આવે છે જે વધુ પડતા બ્રશીંગ સામે રક્ષણ આપવા માટે દબાણને ગ્રહણ કરે છે.

સેન્સોડીન સેન્સિટીવીટી એન્ડ ગમ પોર્ટફોલિયો દેશભરમાં કરિયાણા સ્ટોર, ફાર્મસીઝ, રિટેલ ચેઇન અને ઇ-કોમર્સ ખેલાડીઓ પાસે ઉપલબ્ધ હશે. લોન્ચ બાબતેની જાગૃત્તિ ટીવી અને ડિજીટલ મીડિયા તેમજ રિટેલ સ્ટોર્સમાં શેલ્ફ વિઝિબીલીટી દ્વારા કરવામાં આવશે. કંપની ડેન્ટલ નિષ્ણાતો અને કેમિસ્ટોનો ટેકો પ્રાપ્ત કરવાનું સતત રાખશે જેથી બેવડા લાભના ગુણધર્મ વિશેની જાગૃત્તિ પેદા કરી શકાય.

સ,ન્સોડીન સેન્સિટીવીટી એન્ડ ગમ ટૂથપેસ્ટનું 70ગ્રામની પેક સાઇઝ રૂ. 185 એમઆરપીમાં ઉપલબ્ધ બનશે. ટૂથબ્રશ 2 એસકેયુ – સિંગલ પેક રૂ. 100 એમઆરપી અને મલ્ટીપેક (3નું પેક) રૂ. 200 એમઆપી પર ઉપલબ્ધ બનશે.

સેન્સોડીન એ વિશ્વની નં. 1 સેન્સિટીવીટી ટૂથપેસ્ટ છે અને સંવેદનશીલ દાંત માટે વિશ્વના ડેન્ટિસ્ટ દ્વારા ભલામણ કરવામાં આવે છે. 2011માં તેને લોન્ચ કર્યુ ત્યારથી સેન્સોડીન સંબંધિત સંશોધનો લોન્ચ કરીને ભારતમાં ઓરલ હેલ્થ કેટેગરીમાં અનેક ખેલાડીઓમાંની એક છે,

સેન્સિટીવીટી એન્ડ ગમ પોર્ટફોલિયો લોન્ચ સેન્સોડીન બ્રાન્ડને ભારતમાં વધુ મજબૂત કરે છે – જે ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની રેન્જ ધરાવે છે જેની સંવેદનશીલ દાંત ધરાવતા લોકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. પાછલા વર્ષે જીએસકેએ ઓરલ હેલ્થ કેટેગરીમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે ચોકઠા પહેરનારાઓ માટે પોલીડેન્ટ ડેન્ચર અઢેસિવ અને ગમના વધુ સારા આરોગ્ય માટે પેરોડોન્ટેક્સ પણ રજૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.