ભારતમાં દર વર્ષે લગભગ બે લાખ કેન્સરના કેસ નોંધાય છે

નવીદિલ્હી, આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે કેન્સરના ઓછામાં ઓછા ૧,૯૦,૦૦૦ કેસ નોંધાઈ રહ્યા છે. આ કેસોનો અભ્યાસ કરતાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ હેઠળ ૨૦૧૨ થી ૨૦૧૯ દરમિયાન દેશમાં કુલ ૧૩,૩૨,૨૦૭ કેન્સરના કેસ નોંધાયા હતા. આમાંથી, ૬,૧૦,૦૮૪ કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.આ ૬,૧૦,૦૮૪ કેસોમાંથી ૩,૧૯,૦૯૮ (૫૨.૪%) કેસ પુરુષોમાં અને ૨,૯૦,૯૮૬ (૪૭.૬%) કેસ સ્ત્રીઓમાં જાેવા મળ્યા હતા.
થાઇરોઇડ કેન્સર (પુરુષોમાં ૧ ટકા વિરુદ્ધ ૨.૫ ટકા મહિલાઓ) અને પિત્તાશયનું કેન્સર (પુરુષોમાં ૨.૨ ટકા વિરુદ્ધ ૩.૭ મહિલાઓ) મહિલાઓમાં વધારે હોવાનું જણાયું હતું. સ્ત્રીઓમાં કેન્સરના કુલ કેસોમાં સ્ત્રીરોગ કેન્સર અડધાથી વધુ છે. તેમાં સ્તન કેન્સરનો સમાવેશ થાય છે.પુરુષોમાં કેન્સરના કુલ કેસોમાંથી ત્રીજા (૩૧.૨ ટકા) માથા અને ગરદનના વિસ્તારમાં જાેવા મળ્યા હતા.
તમાકુ કેન્સરનું મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું હતું. પુરુષોમાં કેન્સરના કુલ કેસોમાંથી ૪૮.૭ ટકા કેસ તમાકુના ઉપયોગ સાથે સંબંધિત હોવાનું જણાયું હતું. મહિલાઓમાં આ ગુણોત્તર ૧૬.૫ ટકા હોવાનું જણાયું હતું.મોટાભાગના કેન્સરના કેસ ૪૫ થી ૬૪ વર્ષની વયના લોકોમાં જાેવા મળ્યા હતા.
૬૫ વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં માત્ર પુરુષો કરતાં પ્રોસ્ટેટ કેન્સરના વધુ કેસ જાેવા મળ્યા હતા.અભ્યાસ મુજબ તમામ પ્રકારના કેન્સરના કુલ કેસોમાંથી ૭.૯ કેસ બાળકોમાં જાેવા મળ્યા હતા. કેન્સરના પ્રકાર અને તે શરીરમાં કેટલો ફેલાય છે તે ધ્યાનમાં લીધા વગર કીમોથેરાપી સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સારવાર હોવાનું જણાયું હતું.HS