ભારતમાં દારૂનું વ્યસન વધ્યુ
અમદાવાદ : એક તરફ વિશ્વભરમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાઈ રહી છે જા કે એક અહેવાલ અનુસાર આલ્હોલનુ ઉત્પાદનની વેચાણ અને વ્યસનીઓની સંખ્યા વધી રહી છે ફક્ત ભારતની વાત કરીએ તો છેલ્લાં સાત વર્ષમાં ૩૮ ટકા વ્યસનીઓ વધી ગયા છે.
એક સંશોધન અહેવાલમાં પ્રકાશીત માહીતી મુજબ ૧૦૦ થી વધુ દેશોમા દારૂનું સેવન વધતુ છે ભારતમાં માથાદીઠ ૪.૩ થી ૫.૯ લિટર દારૂ પીવાય છે ભારતમાં ૬ કરોડથી વધુ દારૂના વ્યસનીઓ છે જેમા સૌથી વધુ યુવાવર્ગ સપડાયેલો છે જ્યારે યુરોપનો માથાદીઠ વપરાશ જે અગાઉ ૧૧.૨ લિટર હતો જે ક્રમશ : ૯.૮ લિટર થયો છે ખાસ કરીને બેલારૂસ, અઝમ બેઝાન, કઝાકાસ્તાન, યુ.કે. તથા રશિયામાં આ ઘટાડો નોધાયો છે. યુવાવર્ગ સિવાય શરાબનાં વ્યસનમા મહીલા વર્ગ પણ વધી રહ્યો છે એશિયામા આ એક મોટુ દુષણ છે જેના કારણે ભારતમાં દર ૯૬ મિનિટે એક વ્યક્તિ મરી રહી છે.