ભારતમાં દિવસે મહિલાની પૂજા, રાતે ગેંગરેપ થાય છે: વીર દાસ
વોશિંગ્ટન, કોમેડિયન વીર દાસે અમેરિકામાં યોજાયેલા એક શોમાં ભારત પર કરેલી વિવાદિત ટિપ્પણીઓ બાદ લોકોમાં આક્રોશ છે અને વીર દાસ સામે હવે કાયદાકીય કાર્યવાહી પણ કરવા માંગ થઈ રહી છે.
વીર દાસ સામે મુંબઈ અને દિલ્હીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.વીર દાસે વોશિંગ્ટનમાં પોતાના શોમાં કહ્યુ હતુ કે, હું ભારતનો નાગરિક છું જ્યાં અમે દિવસે મહિલાઓની પૂજા કરીએ છે અને રાતે તેમની સાથે ગેંગરેપ કરીએ છે.
આ કોમેન્ટ બાદ લોકોમાં વીર દાસ સામે ભારે આક્રોશ છે અને એ પછી વીર દાસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે.જેમાં કહ્યુ છે કે, કોઈ પણ દેશમાં અંધારુ અને અજવાળુ, સારા લોકો અને ખરાબ લોકો હોય છે.આ કોઈ મોટી રહસ્યની વાત નથી.આપણે ભુલવુના જાેઈએ કે આપણે મહાન લોકો છે અને જે વસ્તુઓ આપણને મહાન બનાવે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવુ જાેઈએ.
વીર દાસે કહ્યુ હતુ કે, માત્ર નાનકડી ક્લિપ જાેઈને ગેરમાર્ગે દોરાતા નહીં.લોકો ભારત માટે સન્માન સાથે તાળીઓ પાડે છે.કોઈ દ્વેશ સાથે નથી.નકારાત્મકાથી શોની ટિકિટો નથી વેચાતી અને તાળીઓ નથી પડતી.મને મારા દેશ પર ગર્વ છે.
જાેકે સોશિયલ મીડિયા પર યુઝર્સ વીર દાસની ખેંચાઈ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે, કોમેડીના નામે દેશને બદનામ કરવાની હરકત માટે વીર દાસ માફી માંગે.દરમિયાન વીર દાસ સામે હવે પોલીસ ફરિયાદ નોંધવાનુ પણ શરુ કરી દેવાયુ છે.SSS