ભારતમાં નોકરીની તકો વધી; હોસ્પિટાલિટી, બ્યૂટી એન્ડ વેલનેસ ક્ષેત્રોમાં કામગીરીમાં ફરી ધમધમાટ

apna.co દ્વારા મહામારી પછીના ત્રિમાસિક ગાળાનું વિશ્લેષણ-છેલ્લાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં બ્યૂટી એન્ડ વેલનેસ ઉદ્યોગે રોજગારીની તકોમાં 80 ટકાનો વધારો રેકોર્ડ કર્યો
લોજિસ્ટિક્સ અને આઇટીમાં સૌથી વધુ ભરતી-છેલ્લાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં હોસ્પિટાલિટી ક્ષેત્રમાં રોજગારીમાં 30 ટકાનો વધારો
છેલ્લાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ઇન્ટરવ્યૂમાં 13.71 ટકાનો વધારો-એના એમ્પ્લોયર બેઝમાં ત્રિમાસિક ધોરણે 42 ટકાની વૃદ્ધિ-છેલ્લાં ત્રિમાસિક ગાળામાં નવા યુઝર્સમાં 141 ટકાની વૃદ્ધિ
બેંગાલુરુ, મહામારીના બે વર્ષ પછી છેલ્લો ત્રિમાસિક ગાળો રોજગારવાંચ્છુઓ માટે રોમાંચક પુરવાર થયો હતો, કારણ કે બજારો છેવટે ખુલી ગયા છે.
છેલ્લાં ત્રણ મહિનામાં ભારતીયોએ 3 કરોડથી વધારે ઇન્ટરવ્યૂ આપ્યાં હોવાથી ભારતનાં સૌથી મોટી જોબ અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apna.co પર અગાઉના ત્રિમાસિક ગાળા (ઓક્ટોબરથી ડિસેમ્બર, 2021)ની સરખામણીમાં 13.71 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે મહામારી પછી ભારતીય રોજગાર બજારમાં આશાસ્પદ પ્રવાહનો સંકેત આપે છે.
દેશમાં છેલ્લાં ત્રિમાસિક ગાળામાં રોજગારીમાં એકાએક તેજી જોવા મળી છે. apna.coએ એના એમ્પ્લોયર આધારમાં ત્રિમાસિક ધોરણે 42 ટકાનો વધારો રેકોર્ડ કર્યો છે. ગયા વર્ષે કોવિડની બીજી લહેરને કારણે હેલ્થકેર, ડિલિવરી, ઇ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં તેજી જોવા મળી હતી, ત અન્ય ક્ષેત્રોમાં રોજગારીનો દર પ્રમાણમાં નીચો હતો.
વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હોસ્પિટાલિટી, બ્યૂટી એન્ડ વેલનેસ, ઉત્પાદન, રિયલ એસ્ટેટ અને એવિએશન લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોની કામગીરી વધી છે અને રોજગારીની તકોમાં તબક્કાવાર વધારો થયો છે, કારણ કે બજારમાં સુધારાની શરૂઆત થઈ છે. હકીકતમાં apna.coએ બ્યૂટી એન્ડ વેલનેસ તથા હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં અનુક્રમે 80 અને 30 ટકાનો વધારો રેકોર્ડ કર્યો હતો.
apna.coના વિશ્લેષણ મુજબ, આઇટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વધતી વર્કફોર્સ માટે સૌથી વધુ ભરતી જોવા મળી હતી. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, બ્યુટી એન્ડ વેલનેસ ઉદ્યોગોમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો.
છેલ્લાં ત્રણ મહિનામાં નવા યુઝર્સમાં 141 ટકાની મોટી વૃદ્ધિ સાથે apna.coએ એના પ્લેટફોર્મ પર 48 લાખ નવા વ્યવસાયિકોની નોંધણી જોઈ હતી, જેમણે તમામ ઉદ્યોગોમાં વિવિધ ભૂમિકાઓ માટે ઇન્ટરવ્યૂ આપ્યાં છે.
આ નવા યુઝર્સમાંથી 46 ટકાએ રોજગારીની તકો શોધવા અને તેમનું વ્યવસાયિક નેટવર્ક ઊભું કરવા અંગ્રેજીની બદલે પ્રાદેશિક ભાષાઓ પસંદ કરી હતી. હકીકતમાં apna.coએ આપેલા આંકડા મુજબ, 45 ટકા યુઝર સમુદાયોમાં સંવાદ કરતાં અને નેટવર્ક ઊભું કરતાં જોવા મળ્યાં હતાં.
પસાર થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીઓ અને વ્યવસાયિકો એમ બંને પાસેથી માર્ચમાં સૌથી વધુ એક્ટિવિટી જોવા મળી હતી. ઉત્તર ભારતમાં ટેલીકોલર્સ, કમ્પ્યુટર ઓપરેટર્સ અને સીક્યોરિટી ગાર્ડની ભૂમિકામાં ઝુકાવ જોવા મળ્યો હતો. જોકે દક્ષિણ ભારતમાં વ્યવસાય વિકાસ અને લોજિસ્ટિક્સ જેવી ભૂમિકાઓમાં રોજગારીઓને વધારે પસંદગી મળી હતી.
પૂર્વ ભારતમાં યુઝર્સે ડિલિવરી અને સેલ્સ માટે અરજી કરી હતી, તો પશ્ચિમમાં વ્યવસાયિકોએ બેક ઓફિસ, ફાઇનાન્સ, ડ્રાઇવર અને રિટેલમાં તકો શોધી હતી. તમામ વિસ્તારોમાં ટેલીકોલર, કમ્પ્યુટર ઓપરેટર અને બેક ઓફિસ અમારી ટોચની પ્રાથમિકતા રહી છે.
apna.coનો રિપોર્ટમાં તમામ કેટેગરીઓમાં રોજગારીઓમાં યુઝરના રસમાં પરિવર્તન પણ જોવા મળ્યો હતો. ઉદાહરણ તરીકે, વ્યવસાય વિકસાવવા માટે યુઝરના રસમાં 44 ટકાનો, સેલ્સ/ફિલ્ડ વર્કમાં 39 ટકાનો, ડિલિવરી પર્સન્સ માટે 22 ટકાનો, બેક ઓફિસ રોલ માટે 19 ટકાનો, કમ્પ્યુટર ઓપરેટર્સ માટે 16 ટકાનો, એન્જિનીયરિંગ (તમામ કામગીરીઓમાં) માટે 14 ટકાનો વધારો થયો હતો, તો માનવ સંસાધનો અને કૂક/શેફ અને બેકર માટે 11 ટકાનો વધારો થયો છે.
છેલ્લાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વોર્ડ હેલ્પર્સ (60 ટકા), રેફ્રિજરેટર ટેકનિશિયન્સ (57 ટકા), કેમિકલ એન્જિનીયર્સ (35 ટકા), વેલ્ડર્સ (32 ટકા), ટર્નર ફિટર (19.96 ટકા), ડ્રાફ્ટ્સમેન (14 ટકા) વગેરે જેવી ભૂમિકાઓમાં અરજીઓમાં વધારો જોવા મળ્યો હતો.
50 ટકા ઇન્ટરવ્યૂ દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગાલુરુ, હૈદરાબાદ અને કોલકાતા સહિત ટોચના મેટ્રોમાં થયા હોવા છતાં છેલ્લાં ત્રિમાસિક ગાળામાં ટિઅર 2 શહેરોમાં ઇન્ટરવ્યૂમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. ‘જોબ ચાહિયે’ છેલ્લાં ત્રણ મહિનામાં અપના સમુદાયો વચ્ચે સૌથી વધુ ઉપયોગ થયેલું વાક્ય હતું.
apna.coના ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, છેલ્લાં ત્રિમાસિક ગાળામાં 12 અને 10મા ધોરણથી ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા યુઝર્સ પછી મહત્તમ ઇન્ટરવ્યૂ ગ્રેજ્યુએટ્સ લોકોએ આપ્યાં હતાં. અપના એપએ હિંદી અને અંગ્રેજીમાં સેવાઓ પૂરી પાડીને સમજણ, જોડાણ અને સુવિધાની દ્રષ્ટિએ યુઝર્સને સરળ સુગમતા પ્રદાન કરવાનું જાળવી રાખ્યું છે.
જ્યારે ભારતે કામ માટે બહાર નીકળવાની શરૂઆત કરી છે, ત્યારે WFH જોબ્સ માટેનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે જળવાઈ રહ્યો છે. છેલ્લાં ત્રિમાસિક ગાળામાં apna.coએ રિમોટ જોબ માટે અરજી કરનાર લોકોમાં 2 ટકાનો વધારો અનુભવ્યો હતો.
અન્ય એક પ્રોત્સાહનજનક અપડેટમાં ચાલુ વર્ષે રોજગારીની પુષ્કળ તકો સાથે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે ફ્રેશર્સ માટે પણ માગમાં વધારો થયો હતો.
apna.coના વિશ્લેષણમાં ચાલુ ત્રિમાસિક ગાળામાં વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે, કારણ કે તેમણે વિવિધ પ્રકારની રોજગારીઓ માટે અરજી કરી હતી અને 1 કરોડથી વધારે ઇન્ટરવ્યૂ આપ્યાં હતાં, જે ગયા વર્ષના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 20 ટકાની વૃદ્ધિ છે. પરંપરાગત ભૂમિકાઓ ઉપરાંત મહિલાઓએ ડિલિવરી પર્સન, સીક્યોરિટી ગાર્ડ, ડ્રાઇવર્સ, શેફ/બેકર, આઇટી સપોર્ટ, સિવિલ એન્જિનીયર્સ, ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર્સ વગેરે જેવી ભૂમિકાઓ માટે પણ અરજી કરી હતી.
આ વૃદ્ધિ પર apna.coના ચીફ બિઝનેસ ઓફિસર માનસ સિંહે કહ્યું હતું કે, ‘ભારતીય અર્થતંત્ર આ છેલ્લાં ત્રિમાસિક ગાળામાં આશાસ્પદ વૃદ્ધિના માર્ગે અગ્રેસર છે અને અમને ખાતરી છે કે, ચાલુ વર્ષે ભારત મહામારીની અસરમાંથી સંપૂર્ણપણે બહાર નીકળીને સુધારાના માર્ગે પરત ફરશે. અપના ચાલુ વર્ષે ભારતને કામ પર પરત લાવવા સપોર્ટિંગ પાર્ટનર તરીકે કામગીરી જાળવી રાખશે.”
apna.coએ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ ઇન્સ્ટોલમાં 96 ટકાની વૃદ્ધિ પણ અનુભવી હતી.
તાજેતરમાં apna.coએ વી સાથે જોડાણ કર્યું હતું, જેનો ઉદ્દેશ ભારતની યુવા પેઢીને ઉચિત રોજગારી પ્રદાન કરવામાં મદદ કરવાનો, ભારતની સૌથી મોટી જોબ લિસ્ટિંગની સુલભતા પ્રાથમિકતાના ધોરણે પ્રદાન કરવાનો છે. આ પહેલથી કોઈ પણ પ્રકારના ખર્ચ વિના ઇન્ટરવ્યૂની તકોમાં વધારો થશે.
apna.coની કામગીરી ઝડપથી વધી છે અને છેલ્લાં ત્રણ મહિનામાં જ 26 શહેરોમાં કામગીરીનું વિસ્તરણ કર્યું છે. અત્યારે પ્લેટફોર્મ 70+ શહેરોમાં કાર્યરત છે, જેના પર 22 મિલિયનથી વધારે યુઝર અને 200,000+ એમ્પ્લોયર પાર્ટનર્સ સામેલ છે.