Western Times News

Gujarati News

ભારતમાં પણ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો

નવીદિલ્હી, વિશ્વમાં કોરનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પણ દુનિયાાની ચિંતામાં વધારો કરી રહ્યો છે. વળી બીજી તરફ ભારતમાં પણ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.દેશભરમાં કોરોનાનાં વધતા આંકડા હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે.

આ વાયરસનું નવું વેરિઅન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ સતત લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યું છે. દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસ ૩૫૦ને વટાવી ગયા છે. આપને જણાવી દઈએ કે, ઓમિક્રોન ૩૩ ટકાની ઝડપે વૃદ્ધિ કરી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૮, દિલ્હી ૫૭, તેલંગાણા ૩૮, તમિલનાડુ ૩૪, કેરળ ૨૯ અને હરિયાણામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

ગુરુવારે રાત સુધી દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં ૩૫૪ કેસ નોંધાયા હતા. જાે કે, મોટાભાગનાં દર્દીઓમાં કાં તો હળવા લક્ષણો હતા અથવા લક્ષણ વિનાનાં હતા. જાે કે આ વચ્ચે આજે આરોગ્ય વિભાગનાં કોરોનાનાં આંકડાએ રાહત આપી છે. આરોગ્ય વિભાગનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬,૬૫૦ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે.

જ્યારે આ સમયગાળામાં ૩૭૪ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વળી કોરોનાને ૭,૦૫૧ દર્દીઓએ માત આપી છે. જે બાદ ટોટલ રિકવરી આંક ૩,૪૨,૧૫,૯૭૭ પર પહોંચી ગયો છે. વળી અક્ટિવ કેસની વાત કરીએ તો તે ૭૭,૫૧૬ પર પહોંચી ગયો છે.

ભારતમાં ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે, કારણ કે આ બે પ્રદેશો નવા વેરિઅન્ટમાં સામૂહિક રીતે મોખરે છે. દિલ્હીમાં ગુરુવારે નવા વેરિઅન્ટનાં લગભગ ૩ કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં ૨૩ નવા કેસ નોંધાયા, જેમાંથી પાંચ મુંબઈમાં હતા. આનાથી મહારાષ્ટ્રની ઓમિક્રોનની સંખ્યા વધીને ૮૮ થઈ ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.