ભારતમાં પાકિસ્તાનથી મોટાભાગનુ ડ્રગ આવે છે: પેડલર
નવીદિલ્હી, ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝમાં ડ્રગ સિડિકેટની ચાલી રહેલ તપાસ વચ્ચે એક સર્વેથી જાણવા મળ્યુ છે કે મોટાભાગનું ડ્રગ પાકિસ્તાનથી ભારત પહોંચે છે. સર્વેમાં સામેલ પંજાબ ગુજરાત અને દિલ્હીમાં એનડીપીએસ કાનુન હેઠળ દોષિત જણાયેલ ૮૭૨ ડ્રગ પેડલરોમાંથી લગભગ ૮૪ ટકાએ માન્યુ કે ભારતમાં ડ્રગ પડોસી દેશો ખાસ કરીને પાકિસ્તાનથી આવે છે.
૫.૦૫ ટકા પૈંડલરોએ કહ્યું કે નેપાળથી ડ્રગ આવે છે જયારે ૪.૨૪ ટકા પૈડલરોએ કહ્યું કે અફધાનિસ્તાનથી પણ ડ્રગ ભારત આવે છે. જયારે ૨.૫૨ ટકાએ કહ્યું કે બાંગ્લાદેશથી કારોબાર થાય છે જયારે ૨.૦૬ ટકા પૈડલરોએ કહ્યું કે શ્રીસંકાથી પણ ડ્રગ ભારત પહોંચે છે. ભારતમાં ડ્રગ સપ્લાઇ કરવું સૌથી સરળ પ્લેટફોર્મ પબ અને બાર હોય છે.રેસ્ટોરેંટ હોટલ કાલેજ અને વિશ્વ વિદ્યાલયો ડ્રગ પુનર્વાસ સેંન્ટર અને સ્કુલોમાં પણ ભારે પ્રમાણમાં ડ્ગની સપ્લાઇ કરવામાં આવે છે આ ધંધાથી તેઓ ૧ હજારગણો વધારે નફો કમાય છે. પૈડલરોએ કહ્યું કે આકર્ષક દેખાતા યુવાનો યુવા પેઢીને ડ્ગ માટે ઉશ્કેરે છે. ૭૯.૩૬ ટકા પૈડલરોનું માનવુ છે કે ડ્રગને મહિમામંડિત કરી પિરસવામાં આવનારી ફિલ્મોના કારણે પણ યુવાઓમાં ડ્ગ સેવાનું ચલન વધી રહ્યું છે.HS