ભારતમાં પોકોએ F3 જીટી સ્માર્ટફોન લોન્ચ કર્યો
ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ આજે તેનો બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન પોકો એફ3 જીટી લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. એફ સિરીઝને નવી ઊંચાઈ પર લઈ જતાં પોકો એફ3 જીટી શક્તિશાળી અનુભવ, ઉત્તમ ગેમ- પ્લે, ઉત્કૃષ્ટ કેમેરા ક્ષમતાઓ અને ટોચની રેખાના ફીચર્સ પ્રદાન કરે છે,
જે સર્વ તેની અજોડ અત્યાધુનિક, સ્ટાઈલિશ અને પ્રીમિયમ સ્લિપસ્ટ્રીમ ડિઝાઈનમાં પેક્ડ છે. પોકોના નવા સ્માર્ટફોન કંપનીના આજ સુધીના સૌથી આશાસ્પદ, મનોહર અને કમાન્ડિંગ ડિવાઈસ છે, જે ઉપભોક્તાઓને તેમના સ્માર્ટફોનના અનુભવને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરે છે.
પોકો ઈન્ડિયાના કન્ટ્રી ડાયરેક્ટર અનુજ શર્માએ જણાવ્યું હતું કે 2018માં પોકો એફ સિરીઝની રજૂઆતે અગાઉ ક્યારેય નહીં તે રીતે ભારતીય બજારમાં ઊથલપાથલ મચાવી દીધી હતી. હવે સંપૂર્ણ નવા પોકો સાથે અમે તે ચમત્કાર ફરીથી સર્જવા અને ફરીથી સફળ થવા માગીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે અમારી ફ્લેગશિપ એફ સિરીઝનું લક્ષ્ય એક પેકેજમાં ઉત્તમ વિસિષ્ટતાઓથી પ્રીમિયમ ડિઝાઈનસુધી ગ્રાહકોને બધું શ્રેષ્ઠતમ પૂરું પાડવાનું છે. આ ફિલોસોફી પર નિર્મિત અમે પોકો
એફ3 જીટી સાથે અમારા ઉપભોક્તાઓ અને ચાહકોને જબરદસ્ત રોમાંચ આપવા માગીએ છીએ. ટર્બો એમોલ્ડ ડિસ્પ્લે તેમ જ પ્રીમિયમ ગ્લાસ કન્સ્ટ્રક્ટમાં કક્ષામાં અવ્વલ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે સમૃદ્ધ સ્માર્ટફોન ડાયમેન્સિટી 1200 સાથે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ પ્રદાન કરતાં પાવર પેક્ડ ફીચર્સ અને આ સેગમેન્ટમાં અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડિઝાઈન લાવે છે.