Western Times News

Gujarati News

ભારતમાં પોઝિટિવિટી રેટમાં આખરે ઘટાડો નોંધાઈ રહ્યો છે

Files Photo

પોઝિટિવિટી રેટમાં ઘટાડો થાય તે સારી નિશાની છે, પરંતુ આમ આગામી કેટલાક અઠવાડિયા સુધી થતું રહે તો નવા કેસ પર કાબૂ મેળવી શકાય છે

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ નબળી પડી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આ અઠવાડિયે દેશમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો હોય તેવા જિલ્લાઓની સંખ્યામાં વધારો થયો છે. પોઝિટિવિટી રેટ એટલે ૧૦૦ કોરોનાના ટેસ્ટ સામે પોઝિટિવ આવે તે દર્દીઓની સંખ્યા થાય છે. જાેકે, હજુ પણ કેટલાક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ચિંતાનું કારણ બનેલો છે. ભારતમાં બીજી લહેર ઘટવાના સંકેત નવા કેસમાં ઘટાડા સાથે જાેવા મળી રહ્યા છે જાેકે, કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા કેસ અને પોઝિટિવિટી રેટ ૨૨% પર પહોંચતા ચિંતાનું કારણ બની રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળ, કર્ણાટકા, કેરળ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે,

અહીં પોઝિટિવિટી રેટ ૧૫% કરતા ઊંચો છે. પોઝિટિવિટી રેટમાં ઘટાડો થાય તે સારી નિશાની છે, પરંતુ આમ આગામી કેટલાક અઠવાડિયા સુધી થતું રહે તો નવા કેસ પર કાબૂ મેળવી શકાય છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને ૧૩.૪% પર પહોંચ્યો હતો, આ દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાની તપાસ માટે ૨૦.૫ લાખ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે પાછલા બે અઠવાડિયાથી દેશમાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એપ્રિલ ૨૯થી ૫ મે દરમિયાન પોઝિટિવિટી રેટ ૨૧.૫% હતો જે ઘટીને પાછલા અઠવાડિયે (૧૩-૧૯ મે) ૧૫.૨% થયો છે.

આ દરમિયાન પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ ગયો હોય તેવા જિલ્લાઓની સંખ્યા ૨૧૦થી વધીને ૩૦૩ થઈ ગઈ છે સ્વાસ્થ્ય મંત્રાલયના જાેઈન્ટ સચિવ લવ અગ્રવાલ જણાવે છે કે, ભારતમાં અઠવાડિયા દરમિયાન થતા ટેસ્ટમાં ફેબ્રુઆરી પછી ૧૨ અઠવાડિયામાં સરેરાશ ૨.૩ ગણો વધારો થયો છે. ટેસ્ટની સંખ્યામાં વધારો થતા પરિણામ એવું જાેવા મળ્યું કે છેલ્લા ૧૦ અઠવાડિયાથી કેસની સંખ્યામાં વધારો થતો હતો

તેમાં પાછલા અઠવાડિયાથી પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાયો. દેશમાં કોરોનાના વધુ ૨.૭૬ લાખ નવા કેસ નોંધાયા છે. જેમાંથી તામિલનાડુમાં સૌથી વધુ ૩૪,૮૭૫ કેસ નોંધાયા છે, જ્યારે કર્ણાટકામાં ૩૪,૨૮૧ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના હાલ કુલ ૩૧.૨૯ લાખ એક્ટિવ કેસ છે, જેમાંથી ૮ રાજ્યોમાં એક લાખથી વધારે છે, નવ રાજ્યોમાં એક લાખથી ૫૦,૦૦૦ વચ્ચે છે અને ૧૯ રાજ્યોમાં ૫૦,૦૦૦ કરતા ઓછા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.