Western Times News

Gujarati News

ભારતમાં પ્રથમ વખત મૃત્યુદર ૨.૫ ટકાથી નીચે આવ્યો

Files Photo

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૧૧ લાખને પાર થઈ છે, જાેકે બીજા મોરચે ભારત માટે સારા સમાચાર પણ છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના કોરોનાનો મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. ભારતમાં પ્રથમ વખત મૃત્યુદર ૨.૫ ટકાથી નીચે આવી ગયો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની અસરકારક ક્લિનિકલ મેનેજમેન્ટના કારણે વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર રાખવામાં મદદ મળી છે.

હાલ ભારતનો કેસ ફેટાલિટી રેટ ૨.૪૯% છે. કેરળ, બિહાર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને યુપી સહિતના ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દેશના સરેરાશ કરતા મૃત્યુદર ઓછો છે. જેમાંથી મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ અને અંડમાન અને નિકોબાર આઇલેન્ડ્‌સમાં મૃત્યુદર શૂન્ય છે. જ્યારે અન્ય ૧૪ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર ૧ ટકાથી પણ ઓછો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઈફેક્ટિવ કન્ટેઈનમેન્ટ સ્ટ્રેટેજી, અગ્રેસિવ ટેસ્ટિંગ અને સ્ટાન્ડર્ડાઈઝ ક્લિનિકલ મેનેજમેન્ટનાં માનક ધોરણો સાથે કોરોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

હવે મૃત્યુદરમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ૨ જૂનના રોજ ભારતમાં કોરોનાના ૧.૯૮ લાખ કન્ફર્મ કેસ અને ૫,૫૯૮ મોત સાથે મૃત્યુદર ૨.૮૨% હતો. ત્યારબાદ ૧૦ જુલાઈએ મૃત્યુદર ઘટીને ૨.૭૨% થઈ ગયો હતો. તેમ છતાં કુલ કેસની સંખ્યા ૭.૯૩ લાખથી વધુ જ્યારે મૃત્યુઆંક ૨૧,૬૦૪ પર પહોંચી ગયો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં ફરી એકવાર શનિવારે કોરોનાના ૩૮,૯૦૨ કેસો નોંધાયા છે, જેથી કુલ સંખ્યા ૧૦,૭૭,૬૧૮ પર પહોંચી ગઈ છે. એક દિવસમાં ૫૪૩ નવા મોતની નોંધણી સાથે મૃત્યુઆંક વધીને ૨૬,૮૧૬ પર પહોંચી ગયો છે.  જાે કે, કેસ અને મૃત્યુની સાથે-સાથે રિકવરીમાં પણ વધારો થયો છે. જે મૃત્યુ દર ઘટાડીને ૨.૪૯% કરવામાં મદદ કરે છે. કુલ ૧૦.૭૭ લાખ કેસોમાંથી હાલમાં લગભગ ૩.૭૩ લાખ સક્રિય કેસ છે, જ્યારે ૬.૭૭ લાખથી વધુ લોકો રિકવર થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.