ભારતમાં પ્રથમ NBA બાસ્કેટબોલ આવતા સપ્તાહેઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પ
હ્યુસ્ટન, અમેરિકન USA રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Donald Trump રવિવારે જાહેરાત કરી હતી કે ભારત વધુ એક વિશ્વસ્તરીય અમેરિકન પ્રોડક્ટ – એન.બી.એ. બાસ્કેટબોલનો આનંદ ઉઠાવી શકશે. લગભગ 50,000 કરતાં વધારે ઇન્ડિયન-અમેરિકનને એન.આર.જી. (NRG Stadium) સ્ટેડિયમમાં સંબોધતા, ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીયોને મેઇક ઇન યુ.એસ.એ.ના સુંદર વાક્ય સાથેના સ્ટેમ્પ સાથેનાં વિશ્વના સર્વોત્તમ પ્રોડક્ટ મળે તે માટે અમેરિકા પ્રતિબધ્ધ છે.
અને ટૂંક જ સમયમાં ભારતીયોને વધુ એક વિશ્વસ્તરીય અમેરિકન પ્રોડક્ટ એન.બી.એ. બાસ્કેટબોલ સુલભ બનશે. સુંદર, ઘણું જ સારું લાગે છે. આગામી સપ્તાહે, હજારો લોકો મુંબઈમાં ભારતની સૌ પ્રથમ એન.બી.એ. બાસ્કેટબોલ ગેમ જોવા એકત્ર થશે., એમ ટ્રમ્પે જણાવ્ુયં હતું. શું મને આમંત્ર છે શ્રી વડાપ્રધાન. શું હું આવી શકું, કાળજી રાખજો, હું આવી પણ જાઉં, એમ તેમણે હસતાં હસતાં જણાવ્યું હતું જ્યારે વડાપ્રધાન મોદી પણ હસી રહ્યા હતા.
આ મહિને અગાઉ, નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશને NBA જણાવ્યું હતું કે લગભગ 70 શાળાઓના આશરે 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓને ઓક્ટોબરમાં મુંબઈમાં રમાનારી ભારતની સૌ પ્રથમ એન.બી.એ. ગેમ માટે આમંત્રણ આપવામાં આવશે. એન.બી.એ.ની બે ટીમો – સેક્રેમેન્ટો કિંગ્સ અને ઇન્ડિયાના પેસર્સ – રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર (Reliance Foundation Junior એન.બી.એ. NBA પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓની સમક્ષ ઓક્ટોબર 4 અને 5ના રોજ બે પ્રિ-સિઝન ગેમ્સ રમશે.
NBA ઇન્ડિયા ગેમ્સ India Games નોર્થ અમેરિકન સ્પોર્ટ્સ લીગની ટીમોની ભારતમાં રમાનારી આ પ્રથમ ગેમ છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે મોદીના #narendramodi મેગા હાઉડી ઇવેન્ટને #howdi સંબોધન કર્યું હતું. આ ઇવેન્ટનું આયોજન વડાપ્રધાન મોદી માટે ટેક્સાસના ઇન્ડિયન-અમેરિકનોએ કર્યું હતું. અમેરિકામાં પ્રથમ વખત વિશ્વની બે સૌથી મોટી લોકશાહીના નેતાઓએ સંયુક્ત રીતે મેગારેલીને સંબોધન કર્યું હતું.