ભારતમાં બની રહેલી ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સીનના બે ફુલ ડોઝ 90% સુધી અસરદાર
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીની કોરોના વેક્સીનના બે ફુલ ડોઝ સારી ઈમ્યૂન રિસ્પોન્સ આપી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી મુજબ, આ વેક્સીનનો એક પૂરા ડોઝ બાદ અડધા બૂસ્ટર ડોઝની તુલનામાં બે પૂરા ડોઝ આપવામાં આવતાં વધુ સારી ઈમ્યૂન રિસ્પોન્સ ટ્રિગર કરે છે. આ દાવો વેક્સીનના વચગાળાના ટ્રાયલ પરિણામોમાં સામે આવેલા તથ્યથી ઠીક ઉલટા છે. ભારતમાં આ વેક્સીન પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે.
આ દાવામાં કહેવામાં આવ્યું હતું કે વેક્સીનની એફેક્સી ત્યારે વધુ રહી જ્યારે એક ફુલ ડોઝ બાદ અડધો ડોઝ વધુ આપવામાં આવ્યો, ન કે બે ફુલ ડોઝ આપતાં. ગુરૂવારે જાહેર ચરણ ½ ક્લિનિકલ ટ્રાયલની ડીટેલ્સમાં હાફ/ફુલ ડોઝને લઈને કંઈ નથી કહેવામાં આવ્યું. યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે, પહેલા અમે એક ફુલ અને એક હાફ ડોઝ આપીને ટ્રાયલ કર્યા હતા. એટલે કે કેન્ડિડેટનો દોઢ ડોઝ આપવામાં આવ્યા હતા .હવે બે ફુલ ડોઝ આપવામાં આવ્યા. તેના પરિણામ ઘણા સારા રહ્યા.