ભારતમાં બનેલો એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

રીવા, ભારતે એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ બનાવ્યો છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના રીવામાં તૈયાર થયેલા આ પ્લાનને એશિયાનો સૌથી મોટો સૌર સંયંત્ર પ્લાન્ટ મનાય છે. પ્લાન્ટની ક્ષમતા 750 મેગાવૉટ વીજળી ઉત્પાદન કરવાની છે. આ પ્લાન્ટ રીવાથી 25 કિલોમીટર દૂર ગુઢમાં 1590 એકરમાં ફેલાયેલો છે. ઇનોવેશન અએ ઉત્કૃષ્ટતા માટે તેને વર્લ્ડ બેંક ગ્રુપ પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અ બુક ઓફ ઇનોવેશન ન્યૂ બિગનિંગ્સ પુસ્તકમાં પણ તેને સામેલ કર્યો છે. હવે સૌરઉર્જા દ્વારા આપણે આ પ્લાન્ટથી મોટો પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન કરી શકીશું.
આ પરિયોજના હેઠળ રીવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ, એમપી ઉર્જા વિકાસ નિગમ લિમેટેડ અને ભારતની સૌર ઊર્જા નિગયના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યો છે. આ પરિયોજનામાં એક સૌર પાર્કની અંદર સ્થિત 500 હેક્ટેયર ભૂમિ પર 250-250 મેગાવાટની ત્રણ સોલર એનર્જી યુનિટ્સ સામેલ છે.
આ પ્રોજેક્ટથી થનારી વિજળીને 15 વર્ષ સુધી 0.05 રૂપિયા પ્રતિ યુનિટના વધારા સાથે પહેલા વર્ષે 2.97 રૂપિયા પ્રતિ યુનિટ થશે. આ હિસાબે 25 વર્ષ માટે 3.30 રૂપિયા પ્રતિ યુનિટના દરે વિજળી મળશે. આ સૌર પાર્કના વિકાસ માટે આરયૂએમએસએલે 138 કરોડ રૂપિયાની કેન્દ્રીય વિત્તીય મદદ પણ આપવામાં આવી છે.
પાર્ક વિકસિત થયા પછી આરયૂએમએસએલે પાર્કની અંદર 250 મેગાવોટની ત્રણ યુનિટ્સનું નિર્માણ કરવા માટે રિવર્સ ઓક્શનના માધ્યમથી મહિન્દ્રા રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ, એસીએમેઇ જયપુર સોલર પાવર પ્રાઇવેટ લિમિટેડ અને આરિન્સન ક્લીન એનર્જી પ્રાઇવેટ લિમેટડની પસંદગી કરી હતી. આ પરિયોજનામાં વર્ષે 15 લાખ ટન કાર્બન ડાઇ ઓક્સાઇડના બરાબર કાર્બન ઉત્સર્જનને ઓછું કરશે. આ અનોખા પ્રયાસની હવે આપણે પર્યાવરણને અનુરૂપ હોય તેવી અને સસ્તી વિજળી મળી શકશે. અને સૌર ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણા ઘરમાં પણ રોશની કરી શકીશું.