ભારતમાં બનેલ રસી ઝડપથી દરેક જરૂરી ઘર સુધી પહોંચે તેના માટ તૈયારીઓ અંતિમ તબક્કામાં: મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન રેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કોરોના રસીને લઇ ભારતમાં તમામ તૈયારીઓ ચાલી રહી છે અને ભારતમાં નિર્મિત રસી દરેક ઘર સુધી પહોંચે તેના માટે પ્રયાસો અંતિમ તબક્કામાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીગ દ્વારા ગુજરાતમાં એમ્સની આધારશીલા રાખ્યા બાદ આશા વ્યકત કરી કે જે પ્રકારે કોરોના સંક્રમણને ફેલાવતો રોકવા માટે દેશે એકતા બતાવી તે પ્રકારે રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે પણ પુરો દેશ એકતાથી આગળ વધશે વીડિયો કોન્ફરન્સીગના માધ્યમથી આયોજીત આ સમારોહમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર હતાં.
તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૦માં સંક્રમણની નિરાશા હતી ચિંતા હતી ચારે તરફ પ્રશ્નાર્થ હતો પરંતુ ૨૦૨૧ સારવારની આશા લઇને આવ્યુ છે વેકસીનને લઇ ભારતમાં દરેક જરૂરી તૈયારીઓ ચાલી રહી છે ભારતમાં બનેવ રસી તેજીથી દરેક જરૂરી ઘર સુધી પહોંચવા માટેના પ્રયાસો અંતિમ તબક્કામાં છે તેમણે કહ્યંુ દુનિયાના સૌથી મોટા ટીકાકરણ અભિયાન ચલાવવા માટે ભારતની તૈયારીઓ જાેરો પર પર છે તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે ગત વર્ષ સંક્રમણને રોકવા માટે આપણે જે એકતાથી પ્રયાસ કર્યો તે રીતે રસીકરણને સફળ બનાવવા માટે પણ સમગ્ર ભારત એકતાથી આગળ વધશે.
વડાપ્રધાને કહ્યું કે દેશમાં કોવિડ ૧૯ના નવા મામલાની સંખ્યા ઓછી થઇ રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો બેદરકારી દાખવે દવા મળી ગઇ તેનો અર્થ એ નથી કે છુટ મળી ગઇ હોય એવું નથી વડાપ્રધાને કહ્યું કે ભારતે એકતાની સાથે યોગ્ય સમય પર પ્રભાવિ પગલા ઉઠાવ્યા અને તેનું પરિણામ છે કે આજે કોરોનાની વિરૂધ્ધ લડાઇમાં દેશ ખુબ સારી સ્થિતિમાં છે તેમણે કહ્યું કે જે દેશમાં ૧૩૦ કરોડથી વધુ લોકો હોય વધુ વસ્તી હોય ત્યાં ગરીબ ક કરોડ લોકો આ બીમારીથી લડી જીતી ચુકયા છે. તેમણે કહ્યું કે મુશ્કેલ ભરે આ વર્ષે બતાવ્યું છે કે ભારત જયારે એક થાય છે તો મુશ્કેલથી મુશ્કેલ સંકટનો સામનો પણ તે યોગ્ય રીતે કરી શક છે મોદીએ કહ્યું કે વર્ષ ૨૦૨૦ના રોજ રાજકોટ એમ્સ જેવી એક નવી આરોગ્ય સુવિધાની સાથે વિાય આપવી આ વર્ષના પડકારને પણ બતાવે છે અને નવા વર્ષની પ્રાથમિકતાને પણ દર્શાવે છે વડાપ્રધાને વર્ષના અંતિમ દિવસે કોરોનાની વિરૂધ્ધ લડાઇ લડવામાં યોગદાન આપી રહેલ દેશના લાખો તબીબો આરોગ્ય કર્મચારીઓ સફાઇ કર્મચારીઓ દવા દુકાનોમાં કામ કરી રહેલ લોકો અને બીજા ફરાંટ લાઇન કોરોના યોધ્ધાઓને યાદ કર્યા અને તેમને નમન કર્યા જેમણે પોતાના પ્રાણ ંન્યોછાવર કરી દીધા છે.HS