Western Times News

Gujarati News

ભારતમાં બ્રિટનથી કોરોના નવા સ્ટ્રેનનો તેજીથી પગ પેસારો

Files Photo

નવીદિલ્હી, ભારતમાં ભલે જ કોરોના વાયરસની વિરૂધ્ધ રસીકરણની તૈયારીથી લોકોને રાહત મળતી જાેવા મળી રહી છે પરંતુ બ્રિટનવાળા નવા કોરોના વાયરસને લોકોને ડરાવી પણ દીધા છે. ભારતમાં બ્રિટન વાળા કોરોનાના નવા સ્ટ્રેન તેજીથી પગ પેસારો કરી રહ્યાં છે અને તેના મામલામાં મોટો વધારો જાેવા મળી રહ્યો છે બ્રિટથી પાછા ફરેલા ૨૦ અન્ય લોકો કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત જણાયા છે જેથી આ વાયરસથી પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૫૮ પહોંચી ગઇ છે.

હાલ ભારતમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે પરંતુ નવા સ્ટ્રેનના મામલમાં આવા જ સામે આવી રહ્યાં છે તો ચિંતા વધવાનું નક્કી છે. કારણ કે આ ૭૦ ટકા વધુ ઘાતક અને સંક્રામક છે જાે કે અનેક નિષ્ણાંતોએ આ વાત પર વિશ્વાસ વ્યકત કર્યો છે કે કોરોનાની વેકસીન આ નવા વાયરસ પર પણ અસરદાર સાબિત થશે એ યાદ રહે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનની માહિતી સૌથી પહેલા બ્રિટનમાં મળી આવી હતી ત્યારબાદ અનેક દેશોમાં તે ફેલાઇ ચુકયો છે.

અત્યાર સુધી સામે આવેલ કેસોમા બેંગ્લુરૂના એનઆઇએમએચએએનએસમાં ૧૦, હૈદરાબાદના સીસીએમબીમાં ત્રણ પુણેની એનઆઇવીમાં પાંચ દિલ્હીની આઇજીઆઇબીમાં ૧૧ એનસીડીસીમાં આઠ મામલા અને કોલકતાના એસીબીજીના પોઝીટીવ કેસની ઓળખ થઇ છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે કોરોનાના નવા વાયરસની ઓળખ માટે જીનોમ સીવેસિંગ દ્વારા દેશભરમાં ૧૦ લૈબ છે ૨૫ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર વચ્ચે દેશના અલગ અલગ એરપોર્ટ પર બ્રિટેનથી લગભગ ૩૩ હજાર પેસેંજર્સ આવ્યા છે જેમાં કોરોનાના નવા સ્ટ્રેનની ઓળખ માટે લૈબોમાં તપાસ ચાલી રહી છે. આ બધાને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે અને આરટી પીસીઆર ટેસ્ટ દ્વારા તેમના સેંમ્પલ લેવામાં આવી રહ્યાં છે એ યાદ રહે કે બ્રિટનમાં નવા વાયરસથી હાહાકારની વચ્ચે ભારત સરકારે ૨૩ ડિસેમ્બરને બ્રિટન આવનારી અને જનારી ફલાઇટો પર રોક લગાવી દીધી હતી જે હજુ જારી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.