ભારતમાં રશિયાથી આવી રહી છે ક્રૂડની સૌથી મોટી ખેપ

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા બે મહિનાથી આગ લાગેલી છે. દુનિયાભરના ગરીબ દેશોની અર્થવ્યવસ્થાઓ આ મોંઘા ઓઈલથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતને આ યુદ્ધ વચ્ચે સસ્તા ક્રૂડનો એક નવો ભાગીદાર મળી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતના માત્ર ૪ ટકા ક્રૂડ જ રશિયાથી આયાત કરે છે.
પરંતુ, બદલાતી સ્થિતિઓમાં રશિયન ઓઈલની સૌથી મોટી ખેપ ભારત અને ચીન તરફ આવી રહી છે. રિપોર્ટ મુજબ, રશિયાના જહાજાે હાલમાં લગભગ ૭૪થી ૭૯ મિલિયન બેરલ ઓઈલ લઈને નીકળી ગયા છે. યુક્રેન પર ફેબ્રુઆરીમાં થયેલા આક્રમણ પછી આવેલા ઓઈલ કરતા તે બેગણું વધારે છે. એ સમયે ૨૭ મિલિયન બેરલ ઓઈલ મોકલાયું હતું. મે મહિનામાં આ અંતર હજુ વધશે તે નિશ્ચિત છે.
ભારત એપ્રિલમાં રશિયન યુરાલ ક્રૂડના સૌથી મોટા ખરીદાર તરીકે ઊભર્યું છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયાના પારંપરિક ખરીદાર યુરોપીયન દેશ બિઝનેસ ડીલ નથી કરી રહ્યા, જેના કારણે રશિયાનું યુરાલ ક્રૂડ નીચલા સ્તર પર છે. હાલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની સરખામણીમાં યુરાલ ક્રૂડ પર ભારતને ૪૦ ડોલર સુધીની છૂટ મળી રહી છે.
કોમોડિટી ઈન્ટેલિજન્સ ફર્મ કપ્લરના આંકડા મુજબ, રશિયાએ એપ્રિલમાં ભારતને ૬,૨૭,૦૦૦ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઈલ મોકલ્યું હતું, જ્યારે માર્ચમાં તેણે ૨,૭૪,૦૦૦ બેરલ મોકલ્યું હતું.
જ્યારે ફેબ્રુઆરીમાં આ આંકડો શૂન્ય હતો. કેપ્લરના આંકડા પરથી જાણવા મળે છે કે, યુરોપની ઘણી રિફાઈનરીઓ દ્વારા પ્રતિબંધો અને બહિષ્કાર છતાં યુરાલ ક્રૂડની નિકાસ સરેરાશ ૨.૨૪ મિલિયન બેરલ પ્રતિદિન છે, જે મે ૨૦૧૯ પછીથી સૌથી વધુ છે.
યુરોપીયન દેશ પરંપરાગત રીતે રશિયન ઓઈલના ખરીદાર હતા. એ જ કારણ છે કે, રશિયાનો એશિયન દેશો સાથે વધુ સંપર્ક ન હતો. પરંતુ, હવે સ્થિતિ બદલાઈ છે.
રશિયન ક્રૂડ ઓઈલની વાત કરીએ તો, ૨૬ મે સુધી યુરાલ ગ્રેડના લગભગ ૫૭ મિલિયન બેરલ અને રશિયન ઈએસપીઓ ક્રૂડના ૭.૩ મિલયન બેરલ કન્ટેનર હાલ દરિયાઈ માર્ગમાં છે, જ્યારે ફેબ્રુઆરીના અંતમાં ૧૯ મિલિયન યુરાલ અને ૫.૭ મિલિયન ઈએસપીઓ એશિયાના રસ્તા તરફ હતા.SS1MS