Western Times News

Gujarati News

ભારતમાં રસી લીધા બાદ કેટલા લોકોના મોત થયા,રસીમાં વધુ આડઅસર જાેવા મળી

Files Photo

નવીદિલ્હી: દેશભરમાં આ સમયે કોરોનાને માત આપવા માટે રસી લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારી ડેટાને ટાંકીને એક અહેવાલ સામે આવ્યો છે. જેમા રસી લીધા બાદ અત્યાર સુધીમાં ૪૮૮ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આ સમય દરમિયાન ૨૬ હજાર લોકો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. વિજ્ઞાનની ભાષામાં તેને એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દરેક દેશમાં આવા ડેટા એકત્રિત કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં રસીની આડઅસર ઓછી થઈ શકે. આમ જાે આંકડાઓને કાળજીપૂર્વક જાેવામાં આવે તો મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી છે. આ આંકડા ૧૬ જાન્યુઆરીથી ૭ જૂન સુધીના છે.

૭ જૂન સુધીમાં દેશભરમાં ૨૩.૫ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન ૨૬૨૦૦  કેસ સામે આવ્યા છે. એટલે કે, જાે તે ટકાવારીમાં જાેવામાં આવે, તો તે માત્ર ૦.૦૧ ટકા છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે એવી રીતે સમજી શકાય છે કે ૧૪૩ દિવસની અંદર, ૧૦ હજાર લોકોમાંથી માત્ર એક વ્યક્તિમાં રસીની આડ આડઅસર જાેવા મળી. જ્યારે દર ૧૦ લાખ રસી લેતા લોકોમાંથી ૨ લોકોનાં મોત નીપજ્યાં છે.

હજી સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ, આ બંને રસીઓમાં ૦.૧ ટકા છઈહ્લૈં કેસ મળી આવ્યા છે. નિષ્ણાતો માને છે કે આંકડાઓને જાેતા, મૃત્યુની સંખ્યા અને  કેસો બંને ખૂબ ઓછા છે. આ સ્થિતિમાં, નિષ્ણાતો રસી લેવાની સલાહ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં, હાલમાં રસી કોરોનાને હરાવવાનું એકમાત્ર વાસ્તવિક અને શક્તિશાળી હથિયાર છે.

સરકારી આંકડા મુજબ,  કુલ કેસો (૨૬,૨૦૦) માંથી લગભગ ૨% (૪૮૮) મૃત્યુ થયા. મૃતકોમાં કુલ ૩૦૧ પુરુષો અને ૧૭૮ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ડેટામાં બાકીના નવ લોકોના લિંગનો ઉલ્લેખ નથી. મૃત્યુ પામનારાઓમાં ૪૫૭ લોકોને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો. જ્યારે મૃત્યુ પામનારા ૨૦ લોકોને કોવેક્સિન આપવામાં આવી હતા. ઓછામાં ઓછા ૧૧ લોકોની વિગતો ઉપલબ્ધ નહોતી. ધ્યાનમાં રાખો કે દેશમાં કોવિશિલ્ડના ૨૧ કરોડ ડોઝ દેવામાં આવ્યા છે. જ્યારે કે કોવેક્સીનની માત્ર ૨.૫ કરોડ રસી આપવામાં આવી છે. એટલે કે, જાે તમે ટકાવારી પર નજર નાખો, તો આ સંખ્યા ખૂબ ઓછી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.