ભારતમાં રોકાણ માટે દુનિયા સંભાવનાઓ શોધી રહી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/MODI-2-1024x576.jpg)
નવીદિલ્હી: કોરોના વાયરસના કારણે પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળની જનતાને વર્ચ્યુઅલ રેલીથી સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે કોરોના વાયરસના કારણે તેઓ બંગાળ આવી શક્યા નથી અને સારી વ્યવસ્થા માટે બંગાળના લોકો વોટ નાંખી રહ્યા છે. બંગાળની પ્રજા સારી સરકારની ઈચ્છા રાખે છે. ભારતમાં કોરોના વાયરસના વધતાં સંકટની વચ્ચે પશ્ચિમ બંગાળમાં હજુ બે ચરણ માટે મતદાન બાકી છે જેના માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાંઆ આવી રહ્યો છે.
જાેકે ચૂંટણી પંચ દ્વારા હવે પ્રચાર માટેના નિયમો વધારે કડક કરી દેવામાંઆ આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે મારા પ્રિય ભાઈઓ અને બહેનો દેશમાં કોરોના વાયરસની જે પરિસ્થિતિ છે તેના કારણે આજે સવારે હું અનેક મોટી બેઠકોમાં વ્યસ્ત હતો. અત્યારે તો હું તમારી સાથે ટેકનોલોજી સાથે જાેડાઈ રહ્યો છે. તમારી વચ્ચે આવીને આશીર્વાદ નહીં લઈ શકવા માટે હું ક્ષમાપ્રાર્થી છું.
પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના ખૂણા ખૂણામાં જઈને મેં અનુભવ કર્યો છે કે પશ્ચિમ બંગાળના સારા ભવિષ્ય માટે એક સકારાત્મક બદલાવની ઈચ્છા લોકોમાં છે. દરેક ઉંમર, દરેક વર્ગ તથા દરેક સંપ્રદાયના લોકો શોનાર બાંગ્લાના નિર્માણ માટે સંકલ્પ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતમાં રોકાણ માટે દુનિયા સંભાવનાઓ શોધી રહી છે. ભારતમાં સતત રેકોર્ડબ્રેક રોકાણ કરવામાં આવી રહ્યું છે.
આ રોકાણનો મોટો હિસ્સો બંગાળમાંઆ આવે, દરેક પ્રકારના શિલ્પ થાય તથા રોજગાર આપવા પર ધ્યાન આપવામાં આવે તે માટે ભાજપની સરકાર ભરપૂર પ્રયાસ કરશે. પીએમ મોદીએ કહ્યું કે સારા સ્વાસ્થ્ય વગર વિકાસ અધૂરો છે અને શુદ્ધ પાણી વગર સારી સ્વાસ્થ્ય સુવિધા આપવી શક્ય નથી. શુદ્ધ પીવાના પાણી માટે દરેક ઘરમાં પાઇપથી પહોંચાડવા માટે ભાજપ પ્રાથમિકતા આપશે.