ભારતમાં રોજ ૬૫થી વધુ બાળકો-કિશોરો ટાઈપ-૧ ડાયાબિટિસનો શિકાર

૨૦૨૧ સુધી દુનિયામાં ૧૨.૧૧ લાખથી વધુ બાળકો અને કિશોર ટાઈપ ૧ ડાયાડિટિસથી પીડાઈ રહ્યા છે
નવી દિલ્હી, ભારતમાં ટાઈપ ૧ ડાયાબિટિસ એક મોટી સમસ્યા બની રહી છે. ઈન્ટરનેશનલ ડાયાબિટિઝ ફેડરેશન (આઈડીએફ) પ્રમાણે ડાયાબિટિસના કારણે ગયા વર્ષે દુનિયાભરમાં ડાયાબિટિસથી ૬૭ લાખથી વધુ મૃત્યુ થયા છે. આ મોત ૨૦થી ૭૯ વર્ષની ઉંમરના લોકોની થઈ છે.આઈડીએફના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં ટાઈપ ૧ ડાયાબિટિઝથી પીડિત બાળકો અને કિશોરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ૨૦૨૧ સુધી દુનિયાભરમાં ૧૨.૧૧ લાખથી વધુ બાળકો અને કિશોર ટાઈપ ૧ ડાયાડિટિસથી પીડાય રહ્યા છે.
તેમાં અડધાથી વધુની ઉંમર ૧૫ વર્ષથી પણ ઓછી છે. તેમાં પણ સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. ભારતમાં ૨.૨૯ લાખથી વધુ બાળકો અને કિશોરોને ટાઈપ ૧ ડાયાબિટિસ છે.ડાયાબિટિસ બે પ્રકારના હોય છે ટાઈપ ૧ અને ટાઈપ ૨. ટાઈપ ૧ ડાયાબિટિસ ઓછી ઉંમરમાં થાય છે તેનાથી પીડિત વ્યક્તિને જીવવા માટે ઈન્સ્યુલિનના ઈન્જેક્શનની જરૂર પડે છે. તેનો કોઈ નક્કર ઈલાજ નથી. ટાઈપ ૨થી પીડિત લોકોની દવાઓ અને ઉપચાર દ્વારા સારવાર કરી શકાય છે પરંતુ તેમને ઈન્સ્યુલિનના ઈન્જેક્શનની પણ જરૂર પડે છે.
વિશ્વભરમાં ટાઈપ ૧ ડાયાબિટીસથી પીડાતા બાળકો અને કિશોરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે ભારતમાં ટાઈપ ૧ ડાયાબિટીસના ૨૪ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. એટલે કે, દરરોજ ૬૫ થી વધુ બાળકો અને કિશોરો ટાઈપ ૧ ડાયાબિટીસનો શિકાર બન્યા છે.ભારતમાં શું છે ડાયાબિટિસની સ્થિતિઃ આઈડીએફના રિપોર્ટ પ્રામાણે ભારતમાં ૭.૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. વિશ્વમાં ભારત બીજા નંબર પર છે જ્યાં સૌથી વધુ ડાયાબિટિસના પીડિતછે.
૨૦૪૫ સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ૧૨.૫૦ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.ભારતમાં અડધાથી વધુ ડાયાબિટિસના દર્દીઓ એવા છે જેને સારવાર નથી મળી રહી. ડાયાબિટીસથી પીડિત સાડા ૭ કરોડ લોકોમાંથી ૩.૯૪ કરોડ એટલે કે ૫૩%થી વધુ દર્દીઓને સારવાર નથી મળી રહી.ભારતમાં ૨૦ વર્ષથી ઓછી ઉંમરના ૨.૨૯ લાખથી વધુ લોકો ટાઈપ ૧ ડાયાબિટિસથી પીડિત છે. આ સંખ્યા વિશ્વમાં સૌથી વધારે છે. તેના પછી અમેરિકા અને બ્રાઝિલનો નંબર આવે છે. અમેરિકામાં ૧.૫૭ લાખ અને બ્રાઝિલમાં ૯૨,૩૦૦ લોકોને ટાઈપ ૧ ડાયાબિટિસ છે.
-૨૦૨૧માં વિશ્વભરમાં વિશ્વભરમાં ડાયાબિટિસથી ૬૭ લાખ મૃત્યુ થયા હતા. સૌથી વધુ ૧૪ લાખ મૃત્યુ ચીનમાં થયા હતા. ત્યારબાદ ૭વ લાખ મોત અમેરિકામાં અને ૬ લાખ મૃત્યુ ભારતમાં થયા હતા. પાકિસ્તાનમાં ૪ લાખ અને જાપાનમાં ૨ લાખથી વધુ મૃત્યુ થયા છે.
શું છે ટાઈપ ૧ ડાયાબિટિસ અને તેના લક્ષણો કયા છેઃ ટાઈપ ૧ ડાયાબિટિસ થવાથી શરીરમાં ઈન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે. આ બીમારી સામાન્ય રીતે ઓછી ઉંમરમાં અથવા નાના બાળકોને થાય છે. પરંતુ ઘણી વખત તે વયસ્કો અને મોટી ઉંમરના લોકોને પણ થઈ શકે છે.
હવે વિશ્વમાં ઘણા દેશોમાં બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટિસના કેસ પણ નોંધાય રહ્યા છે. ખાસ કરીને એવા બાળકોમાં જે સ્થૂળતાથી પીડાતા હોય છે.ટાઈપ ૧ ડાયાબિટિસથી પીડાતા લોકોએ પોતાના લોહીમાં ગ્લુકોઝની માત્રા જાળવી રાખવા માટે દરરોજ ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લેવું પડે છે. આવા લોકો માટે ઈન્સ્યુલિનના ઈન્જેક્શન વિના જીવવં મુશ્કેલ છે.અતિશય તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો, ઝડપી વજન ઘટવું, આ બધા ટાઈપ ૧ ડાયાબિટીસના મુખ્ય લક્ષણો છે. આ સિવાય થાક, વધુ પડતી ભૂખ અને અસ્પષ્ટ દ્રષ્ટિ પણ તેના લક્ષણો છે.SS3KP