ભારતમાં લગ્ન સંબંધિત સેવાઓની માંગમાં લગભગ 50 ટકાનો વધારો
વેડિંગ બેન્ડ અને બેન્ક્વેટ હોલ્સ માટેની સર્ચમાં વધારો
ટિયર-ટુ શહેરોમાં લગ્ન સેવાઓની માંગમાં 106 % વધારો ભારતના વૃધ્ધિ પામી રહેલા ‘ગીગ’ અર્થતંત્રને વેગ આપશેઃ જસ્ટ ડાયલનું એનાલિસિસ
મુંબઇ, દેશમાં નાણાંકીય પ્રવૃત્તિઓ પૂર્વવત થઈ રહી છે અને એક અબજ ડોઝનાં વિક્રમ રસીકરણને પગલે અર્થતંત્રનું ભાવિ ઊજળું છે ત્યારે દેશભરમાં લગ્ન સેવાઓ અંગેની માંગમાં ત્રિમાસિક ધોરણે 49.7 ટકાનો વધારો થયો છે, જેમાં મોટા ભાગની માંગ ટિયર-ટુ શહેરોમાં જોવા મળી છે, જ્યાં 106 ટકાની વૃધ્ધિ થતાં ‘ગીગ’ ઇકોનોમીને મોટો લાભ થશે.
જસ્ટ ડાયલે ભારતના 1000 શહેરો અને નગરોમાં બેન્વેટ હોલ્સ, મેકઅપ આર્ટિસ્ટ્સ, વેડિંગ ફોટોગ્રાફર્સ, વેડિંગ બેન્ડ વાજા, વેડિંગ જ્વેલરી, ડીજે અને વેડિંગ પ્લાનર જેવી લગ્ન સંબંધિત સેવાઓ માટે ગ્રાહકોની માંગનું એનાલિસિસ કર્યું હતું. ભારતભરમાં સૌથી વધુ માંગ લગ્ન માટેનાં બેન્ડ વાજાની જોવા મળી હતી. એ પછી બેન્ક્વેટ હોલ અને ડીજેની માંગ હતી.
લગ્નની મોસમમાં ગ્રાહકનો માંગમાં વધારા અંગે ટિપ્પણી કરતા જસ્ટ ડાયલના સીએમઓ પ્રસુન કુમારે જણાવ્યું હતું કે, “ભારતે કોવિડ રસીના એક અબજ ડોઝ સફળતાપૂર્વક આપતા જસ્ટ ડાયલ પર વેડિંગ સર્વિસિસ માટેની માંગમાં વધારો થયો છે, જે ગ્રાહક અર્થતંત્ર ધબકતું થઈ રહ્યો હોવાના માપદંડોમાંનો એક છે. એ ખુશીની વાત છે કે ટિયર-ટુ શહેરોમાં વેડિંગ સર્વિસિસ માટેની માગ ભારતની વૃધ્ધિ કરતા લગભગ બમણી છે. તહેવોરની મોસમે આ રિકવરીનો તખ્તો ઘડ્યો, જે સંકેત આપે છે કે ટર્નએરાઉન્ડ થશે. અમે આગામી દિવસોમાં લગ્નની મોસમ માટેની મજબૂત માંગની અપેક્ષા રાખીએ છીએ.”
જસ્ટ ડાયલ કન્ઝ્યુમરે કરેલો ગ્રાહક સર્વે સૂચવે છે કે લગ્નની મોસમમાં લગ્ન સેવાઓની માંગમાં ટિયર-ટુ શહેરો મોખરે રહ્યા હતા, જ્યારે ટિયર-વન શહેરોની માંગ સ્થિર રહી હતી. રાષ્ટ્રીય ટ્રેન્ડને અનુરુપ ટિયર-ટુ શહેરોમાં ત્રિમાસિક ધોરણે મહત્તમ વૃધ્ધિ (152%) લગ્નના બેન્ડ અને બેન્ક્વેટ હોલ્સ (145%) ની રહી હતી. એ પછી ડીજે (99 ટકા)માં વૃધ્ધિ નોંધાઈ હતી. લગ્ન સંબંધિત તમામ સેવાઓની સૌથી વધુ માંગ ટિયર-ટુ શહેરોમાં નોંધાઈ હતી.
ટિયર-થ્રી શહેરોમાં પટણા, લખનઉ અને ગોરખપુરમાં બેન્ક્વેટ હોલ્સ માટેની મહત્તમ માંગ હતી, જ્યારે ઇન્દોર, મેંગલોર અને ચંદીગઢમાં કેટરર્સની મહત્તમ માંગ હતી.
ટિયર-ટુ શહેરોમાં માંગમાં ત્રિમાસિક ધોરણે 99 ટકાનો વધારો થયો હતો, જેમાં પટણા, ચંદીગઢ અને લખનઉમાં ડીજી માટેની સૌથી વધુ સર્ચ થઈ હતી. ફ્લોરિસ્ટ (ફુલવાળા)ની મહત્તમ માંગ ચંદીગઢ, વિશાખાપટ્ટનમ અને મૈસુરમાં નોંધાઈ હતી. ટિયર-ટુ શહેરોમાં ફુલોની માંગમાં 35 ટકા વધારો થયો હતો.
ટિયર-ટુ શહેરો અને નગરોમાં મેકઅપ આર્ટિસ્ટ માટેની સર્ચમાં 49 ટકા વધારો થયો, જેમાં મહત્તમ સર્ચ લખનઉ, ચંદીગઢ અને જયપુરમાં થઈ હતી. ટિયર-ટુ શહેરોમાં લગ્ન માટે બેન્ડવાજા વાળાની માંગ 152 ટકા વધી હતી, જેમાં લખનઉ. પટણા અને કાનપુર અગ્રેસર હતા. ટિયર-ટુ શહેરોમાં વેડિંગ ફોટોગ્રાફર્સની માંગ 67 ટકા વધી હતી, જેમાં લખનઉ, પટણા અને ઇન્દોરમાં મહત્તમ માંગ હતી.
ટિયર-ટુ શહેરોમાં વેડિંગ પ્લાનરની માંગમાં 39 ટકા વધારો થયો હતો, જેમાં પટણા, જયપુર અને લખનઉમાં મહત્તમ માંગ જોવા મળી હતી. વેડિંગ જ્વેલરીની મહત્તમ માંગ કોઇમ્બતુર અ મદુરાઇ જેવા દક્ષિણ ભારતના શહેરો તથા જયપુરમાં જોવા મળી હતી.
ટિયર-વન શહેરોમાં બેન્ક્વેટ હોલ્સ (46.90%), મેકઅપ આર્ટિસ્ટ્સ (37.10%), વેડિંગ જ્વેલરી (60.60%), વેડિંગ બેન્ડ્સ (181.10%), ડીજે (122.4%) અને વેડિંગ પ્લાનર્સ (53.9%).ની સર્ચમાં વધારો થયો હતો. ટિયર-વન શહેરોમાં તમામ પ્રકારની લગ્ન સેવાઓની મહત્તમ માંગ દિલ્હી અને મુંબઈમાં નોંધાઈ હતી.
બેન્ક્વેટ હોલ્સ માટેની મહત્તમ સર્ચ મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇમાં નોંધાઈ હતી જ્યારે દિલ્હી, મુંબઇ, કોલકાતામાં મેકઅપ આર્ટિસ્ટ્સની સૌથી વધુ માંગ હતી. ચેન્નાઇ, દિલ્હી અને બેંગલુરુમાં વેડિંગ જ્વેલરીની મહત્તમ માંગ હતી, જ્યારે દિલ્હીમાં ડીજેની મહત્તમ માંગ હતી. એ પછી મુંબઇ અને ચેન્નાઇનો ક્રમ આવે છે. વેડિંગ પ્લાનર્સની મહત્તમ માંગ દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદમાં હતી.
દેશભરમાં રસીકરણ વેગ પકડી રહ્યું છે અને કોવિડના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે લોકોમાં સલામતીની ભાવના મજબૂત થઈ રહી હોવાથી લગ્ન સંબંધિત સેવાઓની માંગમાં વધારો થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં બાકીની તમામ ગ્રાહક સેવાઓમાં વધુ સંગઠિત અને નક્કર વૃધ્ધિ માટેનો માર્ગ મોકળો કરશે.