ભારતમાં વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટ કિટ લોન્ચ
નવીદિલ્હી: દેશ કોરોના વાયરસ સંકટ સામે દ્રઢતાથી લડી રહ્યું છે. મહામારી સામે લડવા માટે ટેસ્ટિંગની જરૂર છે ત્યારે હવે ભારતમાં જ સસ્તા ભાવે ટેસ્ટિંગ માટે આઇઆઇટી દિલ્હીએ ટેસ્ટિંગ કિટ લોન્ચ કરી છે.કોરોના વાયરસના કારણે દેશમાં સતત કેસ વધી રહ્યા છે અને બીમારી સામે લડવા માટે વધુમાં વધુ ટેસ્ટિંગ અતિ આવશ્યક છે ત્યારે દિલ્હીની આઈઆઈટીએ નવી ટેસ્ટિંગ કિટ લોન્ચ કરી દીધી છે. આ ટેસ્ટિંગ કીટને બુધવારે લોન્ચ કરવામાં આવી છે
જે સસ્તા ભાવે માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં આવેલ આ કિટની કિંમત માત્ર ૩૯૯ રૂપિયા છે જોકે બજારમાં તે ૬૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે આઇઆઇટીએ દાવો કર્યો છે કે આ કીટથી ત્રણ કલાકમાં જ કોરોના વાયરસ ટેસ્ટના રીઝલ્ટ આવી જશે એવામાં ટેસ્ટિંગમાં મામલામા ભારત માટે એક મોટી સફળતા સાબિત થઇ શકે છે. આ કોરોના ટેસ્ટ કિટની કિંમત જોવા જઈએ તો ટેસ્ટ કિટની કિંમત ૩૯૯ રૂપિયા અને ઇદ્ગછ કિટની કિંમત ૧૫૦ રૂપિયા છે. જોકે બજારમાં આ કિટ ૬૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. અત્યારે એન્ટીજન ટેસ્ટ થઇ ગયા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરવો પડે છે પરંતુ આ ટેસ્ટ કિટમાં દાવો કરવામાં આવ્યો છે
કે આ કિટનાં ભાવ ઓછા છે કારણ કે ટેસ્ટ બાદ ફરીથી તેની તપાસ કરવાની જરૂર નથી આઇઆઇટી દિલ્હી દ્વારા હવે કિટ બનાવવાની ટેક્નિક અને ન્યૂટેક મેડીકલ ડિવાઈસ શેર કરવામાં આવી રહ્યું છે જે બાદ હવે દર મહીને વીસ લાખ ટેસ્ટ કરવામાં આવશે. પહેલા બહારથી ટેસ્ટિંગ કિટ અને ટૂલ મંગાવવામાં આવી રહ્યા હતા અને હવે ભારતમાં જ તેનું નિર્માણ શરુ કરી દેવામાં આવ્યું છે. ં