Western Times News

Gujarati News

ભારતમાં વોટર ટેસ્ટિંગની નોકરી માત્ર આ એક વ્યક્તિ કરી રહી છે

Photo : Twitter

દુનિયામાં માત્ર ૧૧ર અને ભારતમાંથી એક જ વ્યક્તિ કરે છે આ નોકરી

સરકારી અધિકારી, ઈજનેર, ડ્રાઈવર, સિક્યોરિટી ગાર્ડ, પાઈલટ, સૈનિક, મેનેજર, ટેસ્ટર વગેરે સેંકડો જાતની નોકરીઓ આ જગતમાં મળી શકે છે. જેમ જેમ ઉદ્યોગો અને શહેરો વિકસ્યા તેમ તેમ નોકરીઓમાં પણ વિવિધતા આવવા લાગી. આપણી કલ્પનામાં પણ ન આવે એવી એવી નોકરીઓ અસ્તિત્વમાં આવી ચૂકી છે. જે હજારો-લાખ્ખો લોકો કરતા રહે છે. Meet Ganesh Iyer, India’s only accredited water sommelier who can determine pH levels with just a taste
હવેનોસમય એવો છે કે તમારી અંદર આવડત કેટલી છે એના આધારે જ નોકરી મળી શકે. તો ઘણી જગ્યાએ આવડતને બદલે લાગવગ પણ ચાલી રહી છે. કેટલીાક નોકરીઓ તો એવી છે કે જગતમાં ગણતરીના લોકો જ એ નોકરી કરી રહ્યાં છે અથવા કહો કે કરી શકે છે.

એમાંથી એક નોકરી એવી છે જેમાં આખી દુનિયામાંથી માત્ર ૧૧ર વ્યક્તિ જ કામ કરે છે. અને આપણા દેશમાંથી માત્ર એક જ વ્યક્તિ આ નોકરી કરી રહી છે. તમને થશે કે આ નોકરી ભયાનક જાેખમી હશે. જરાય જાેખમી નથી. આ નોકરી છે વોટર ટેસ્ટિંગની. જેમ ફૂડ ટેસ્ટિંગ હોય, વાઈન ટેસ્ટિંગ હોય તેમ વોટર ટેસ્ટિંગની નોકરી પણ હોય છે.

ભારતમાં આ નોકરી જે વ્યક્તિ કરી રહી છે તેમનું નામ ગણેશ અય્યર છે. અય્યરે આવી નોકરી વિશે સૌ પ્રથમ ર૦૧૦માં કમ્પ્યૂટરમાંથી માહિતી મેળવી હતી. આ માહિતી મેળવીને તેણે તપાસ કરી તો જર્મનીમાં ડોએમેન્સ એકેડેમી ઈન ગ્રેએફીલફિંગમાં આ કોર્સ થતો હતો તે આ કોર્સ કરીને નોકરીમાં જાેડાઈ શક્યો હતો.

તે કહે છે, આજે આ નોકરી વિશે જાણીને લોકો હસે છે, પણ આવનાર પાંચથી દસ વર્ષમાં આ નોકરીની માંગ વધવાની છે. પાણીનો સ્વાદ ચાખવો એમાં તે વળી શું મોટી વાત એમ લાગે, પરંતુ પાણીના હલ્કો સ્વાદ, ફ્રૂટી સ્વાદ, વૂડી સ્વાદ, ક્ષારયુક્ત પાણી વગેરે સેંકડો સેંકડો સ્વાદ હોય છે. તેને બારીકાઈથી યાદ રાખીને પારખવાનું કામ અઘરૂં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.