ભારતમાં શાંત થઇ રહી છે કોરોના વાયરસની પહેલી લહેર
નવીદિલ્હી, કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત આવી રહેલ ઘટાડાથી માનવામાં આવી રહ્યું છે કે દેશમાં મહામારીની પહેલી લહેર હવે શાંત પડવા લાગી છે સાપ્તાહિક સરેરાશ જાેઇએ તો સતત ત્રીજા સપ્તાહમાં તેમાં ઘટાડો આવ્યો છે જાે કે એકસપર્ટ ચેતવણી આપી રહ્યાં છે કે તહેવારોની સીજનમાં જાે લોકોએ બેદરકારી દાખવી તો વાયરસ એકવાર ફરી ઉપર આવી શકે છે.
ભારત પ્રતિદિનના કતેસોના સાત દિવસની સરેરાશ ૧૬ સપ્ટેમ્બર ૯૩,૬૧૭ હતો જાે કે અત્યાર સુધીનો સૌથી ઉચો સ્તર હતો ત્યારબાદથી કોરોનાના નવા કેસોમાં સતત ધટાડો આવી રહ્યો છે અને બુધવારે એક સપ્તાહની સરેરાશ ૭૪,૬૨૩ રહ્યું એટલે કે પીકથી ૨૦ ટકા નીચે.
તેનો અર્થ છે કે દેશમાં કોરોના કેસોના ડબલ થવાની ગતિમાં ગત મહિનાની સરખામણીમાં સારો સુધાર થયો છે બુધવારે ડબલિંગ રેટ ૬૦ દિવસોની રહી જયારે સાત સપ્ટેમ્બરે આ દર ૩૨.૬ દિવસ હતી મોતના આંકડામાં પણ આ રીતે કમી આવી રહી છે પ્રતિદિન મોતોના સાત દિવસોની સરેરાશ ૧૫ સપ્ટેમ્બરે ૧,૧૬૯ હતી જયારે બુધવારે સરેરાશ ૯૭૭ રહી એટલે કે પીકથી ૧૬ ટકા નીચે.
દેશમાં કોરોના સંક્રમણની શરૂઆત બાદ પહેલીવાર કેસો અને મોતોની સંખ્યામાં આ રીતનો ઘટાડો આવ્યો દુનિયાભરમાં કોરોના કેસો અને મોતોની સંખ્યામાં અનેકવાર ઉતાર ચઢાવ જાેવા મળ્યા છે ઉદાહરણ તરીકે અમેરિકામાં આ સમયે ત્રીજી લહેર છે પરંતુ ભારતમાં મિડ સપ્ટેમ્બર સુધી કોરોનાના આંકડા સતત ઉપર તરફ જ આગળ વધી રહ્યાં છે.
કેસો અને મોતોની સંખ્યામાં આ કમી મુખ્ય રીતે તે રાજયોના કારણે આવી છે જયાં અત્યાર સુધી સંક્રમણ સૌથી તેજીથી ફેલાઇ રહ્યું હતું મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં સંક્રમણ માં કમી આવી છે આ ચાર રાજયોમાં જ દેશના ૪૬ ટકા કોરોના કેસ છે.જાે કે કેરલ અને કર્ણાટક જેવા કેટલાક રાજયોમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
અશોકા યુનિવર્સિટીમાં ત્રિવેદી સ્કુલ ઓફ બાયોસાઇસના ડાયરેકટક અને વાયરોલોજિસ્ટ ડો શાહીદ જમીલ કહે છે કે કેસોમાં ઘટાડા છતાં આપણે પહેલી લહેરના ખતમાની નજીક ની દેશમાં હજુ પણ એક દિવસમાં લગભગ ૭૫ હજાર કેસ આવી રહ્યાં છે જે નાની સંખ્યા નથી જાે કે તેમાં મહત્વપૂર્ણ ઘટાડો આવ્યો છે ખાસ કરીને પરીક્ષણ રણનીતિમાં પરિવર્તનથી પ્રભાવિત નથી પરંતુ આ આપણી ટેસ્ટીંગ સ્ટ્રેટિજી ઓગષ્ટય કે શરૂઆતી સપ્ટેમ્બરવાળી જ છે તો આ સારા સંકેત છે.HS