ભારતમાં સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ખતમ થવાનો દાવો
નવીદિલ્હી, કોવિડ-૧૯ મહામારી મધ્ય સપ્ટેમ્બરની આસપાસ ભારતમાં ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના બે જાહેર આરોગ્ય વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. જેઓએ આ નિષ્કર્મ પર પહોંચવા માટે ગાણિતિક સ્વરૂપ પર આધારીત વિશ્લેષણનો સહારો લીધો છે. વિશ્લેષણથી એ પ્રદર્શિત થાય છે કે જ્યારે ગુણાંક ૧૦૦ ટકા પર પહોંચી જશે તો આ મહામારી ખતમ થઈ જશે.
આ વિશ્લેષણ ઓનલાઇન જર્નલ એપીડેમીયોલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયું છે. આ અધ્યયન સ્વાસ્થ્ય મંત્રાલયના ડા. અનિલ કુમાર અને રૂપાલી રોયે કર્યા છે. તેઓએ આ નિષ્કર્ષ પર પહોંચવા માટે બેલીના ગાણિતિક સ્વરૂપનો ઉપયોગ કર્યો. આ ગાણિતિક સ્વરૂપ કોઈ મહામારીના પૂર્ણ આકારના વિતરણ પર વિચાર કરે છે,
જેમાં સંક્રમણ અને તેનાથી બહાર આવવું, બંને સામેલ છે. આ સ્વરૂપ નિરંતર સંક્રમણના પ્રકારના રૂપમાં ઉપયોગમાં લેવાયું, જેનાથી સંક્રમિત વ્યક્તિ સંક્રમણના સ્ત્રો ત્યાં સુધી બની રહેશે, જ્યાં સુધી આ ચક્રથી તે સંક્રમણ મુક્ત ન થઈ જાય કે તેનું મોત ન થઈ જાય. સાથોસાથ કુલ સંક્રમણ દર અને રોગથી બહાર આવવા માટે કુલ દરની વચ્ચે સંબંધના પરિણામ મેળવવા માટે પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. દસ્તાવેજ મુજબ ભારતમાં વાસ્તવિક રૂપથી મહામારી ૨ માર્ચથી શરૂ થઈ હતી અને ત્યારથી કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ વધતા ગયા છે.
વિશ્લેષણ માટે વિશેષજ્ઞોએ ભારતમાં કોવિડ-૧૯ માટે આંકડા વર્લ્ડમીટર ડાટ ઇન્ફોથી ૧ માર્ચથી ૧૯ માર્ચ સુધી નોંધાયેલા કેસ, સંક્રમણ મુક્ત થઈ ચૂકેલા કેસ અને મોત સાથે જોડાયેલા આંકડા લીધા. અધ્યયન દસ્તાવેજ મુજબ બેલીજ રિલેટિવ રિમૂવલ રેટ , કોવિડ-૧૯ના આંકડાકીય વિશ્લેષણ (લિનિયર), ના ભારતમાં આંકડાકીય વિશ્લેષણના પ્રદર્શિત થાય છે કે મધ્ય સપ્ટેમ્બર સુધી ‘લીનિયર લાઇન’ ૧૦૦ પર પહોંચી રહી છે.