ભારતમાં સેક્સના વિષય પર ચર્ચા કરતાં લોકો અચકાય છે
મુંબઈ, સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે ભારતમાં આજે પણ લોકો સેક્સના વિષય પર ચર્ચા કરતાં શરમ અનુભવે છે. જાેકે તેનું માનવું છે કે સિનેમાને કારણે આ મુદ્દા પર હવે મુક્તપણે ચર્ચા થાય છે. તેનો ઑડિયો પર આધારિત શો ‘સસુરાલ વન્ડરફુલ’માં તે આશિમાનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની સાથે વરુણ શર્મા છે.
તેની સાથે સાન્યાનાં લગ્ન થાય છે. લગ્ન બાદ તેને જાણ થાય છે કે તેનો હસબન્ડ વરુણ અને તેનો પરિવાર સેક્સ ક્લિનિક ચલાવે છે. આ વાતની જાણ થતાં તે ચોંકી જાય છે. સેક્સ વિષય વિશે સાન્યાએ કહ્યું કે ‘આને ખરેખર એક કલંક માનવામાં આવે છે. જાેકે ફિલ્મો, સિનેમા અને અન્ય પ્લૅટફૉર્મને કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે.
મને લાગે છે કે આવી સ્ટોરીની ડિમાન્ડ વધતાં ક્રીએટર્સ પણ ‘સસુરાલ વન્ડરફુલ’ જેવા શો બનાવે છે. મને આશા છે કે આ શો દ્વારા થોડી ઘણી વસ્તુઓમાં પરિવર્તન લાવી શકીશું. સાથે જ કેટલાક લોકોને પ્રેરણા પણ મળશે કે તેઓ સેક્સ સંબંધિત વિષયોને લઈને સહજતાથી ચર્ચા કરી શકશે. મને એવો ભરોસો છે કે ‘સસુરાલ વન્ડરફુલ’માં મારું પાત્ર આશિમા આપણા સમાજનું પ્રતિબિંબ દેખાડશે.
શોમાં તે બુદ્ધિશાળી છે અને સેક્સ વિશે ચર્ચા કરવાનું તેને ગમતું નથી. તેને જ્યારે જાણ થાય છે કે તેનું સાસરિયાં અને હસબન્ડ સેક્સ ક્લિનિક ચલાવે છે ત્યારે તે ચોંકી જાય છે. જાેકે ત્યાર બાદ તેને જાણ થાય છે કે આ તો એક કુદરતી વસ્તુ છે. એના વિશે ચર્ચા કરવી પણ સહજ છે. એથી મને લાગે છે કે લોકો તેની અને તેની જર્ની સાથે કનેક્ટ થઈને સેક્સ વિશે ચર્ચા કરવામાં શરમાશે નહીં. પછી ભલે તે એવી જ રહે કે બદલાય છે કે નહીં એનાથી કોઈ ફરક નહીં પડે.’SSS