Western Times News

Gujarati News

ભારતમાં સૌથી ઝડપી ચાલી રહ્યું છે કોરોના સામે રસીકરણ

Files Photo

નવી દિલ્હી: ભારતમાં કોરોના રસી માટે શરુ કરવામાં આવેલા અભિયાનને ૬ દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ ૬ દિવસમાં દેશમાં ૧૦ લાખ કરતા વધારે લોકોને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બાકી દેશોની સરખામણીમાં રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપથી ચાલી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૧૬ જાન્યુઆરીએ કોરોનાની રસી માટે જે અભિયાન શરુ કરવામાં આવ્યું હતું તેને એક અઠવાડિયું થયું છે. અત્યાર સુધીમાં ૧.૩ મિલિયન જેટલા (૧૨.૭ લાખ) લોકોને રસી આપવામાં આવી છે. સરકારના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાત સુધીમાં ૧૦.૪ લાખ લોકોને રસી આપવામાં આવી છે.

આ પહેલા કોરોનાની રસી દેશમાં સૌથી ઝડપી પહોંચાડવામાં અમેરિકા આગળ હતું જ્યાં ૧૦ દિવસમાં ૧૦ લાખ લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવામાં આવી હતી. અહીં ૧૪ ડિસેમ્બરે રસીકરણની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જ્યારે યુકેમાં ૮ ડિસેમ્બરે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો જ્યાં પહેલા અઠવાડિયામાં ૧,૩૦,૦૦૦ લોકોને રસી આપવામાં આવી હતી,

જ્યારે ૧૦ લાખ સુધી આંકડો પહોંચતા ૨૬ ડિસેમ્બર સુધીનો સમય લાગ્યો હતો. ચીનની વાત કરીએ તો અહીં ૨૦ જાન્યુઆરી સુધીમાં ૧૫ મિલિયન લોકોને રસી આપવામાં આવી છે. જાેકે, ચીન કરતા પણ ભારતમાં કોરોનાની રસી ઝડપથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. દુનિયાભરમાં ગુરુવાર સુધીમાં ૫૭ મિલિયન લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં સૌથી આગળ અમેરિકા છે

જ્યાં ૧૭.૫ મિલિયન નાગરિકોને રસી અપાઈ છે, આ પછી ચીન (૧૫ મિલિયન), યુકે (૫.૪ મિલિયન), ઈઝરાઈલ (૩.૩ મિલિયન), (૨.૩ મિલિયન), જર્મની (૧.૪ મિલિયન), ઈટલી (૧.૩ મિલિયન), તુર્કી (૧.૧ મિલિયન) અને સ્પેન (૧.૧ મિલિયન)નો સમાવેશ થાય છે. ભારત આ લિસ્ટમાં ૧૦મા નંબરે છે જ્યાં ગુરુવાર રાત સુધીમાં ૧૦.૪ મિલિયન લોકોને રસી અપાઈ હતી. જાેકે, ભારતે રસી અભિયાન મોડું શરુ કર્યું હોવા છતાં ઝડપથી લોકો સુધી રસી પહોંચાડવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.