ભારતમાં સૌ પ્રથમવાર પ્રાકૃતિક ગોળ યુક્ત નવા પ્રકારનું ઝંડુ ચ્યવનપ્રાશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/ZCA_ChyavanprashJaggery_450gm_Feb-2021-1024x1570.jpg)
મોંઘી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી તૈયાર થયેલ ઝંડુ ચ્યવનપ્રાશ અવલેહ-બહારથી ઉમેરેલ રીફાઇન્ડ ખાંડ વિનાનો ગોળ બમણી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો હોવાનું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે.
અમદાવાદ, ઈમામી લીમીટેડ જૂથની આયુર્વેદમાં અનુભવી, ૧૦૦ થી પણ વધુ વર્ષોથી ભરોસાપાત્ર બ્રાંડ ઝંડુ દ્વારા નવાજ પ્રકારના, કુદરતી ગોળની સુરક્ષા યુક્ત ઝંડુ ચ્યવનપ્રાશ અવલેહનો પ્રારંભ કરી, ભારતમાં સૌ પ્રથમવાર બજારમાં મુકવામાં આવ્યો છે.
૩૯ મુલ્યવાન આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનાવાયેલ, ઝંડુ ચ્યવનપ્રાશ અવલેહ – ગોળ, એ આયુર્વેદિક ગ્રંથ ‘સારંગધારા સંહિતા’ ના અધિકૃત આયુર્વેદિક સિદ્ધાંતોથી તારવેલ સંયોજન છે, જે સંપૂર્ણ રીતે બહારથી ઉમેરેલ સફેદ ખાંડ વિનાનો અને વૈજ્ઞાનિક રીતે 2x (બમણી) રોગપ્રતિકારક શક્તિ ધરાવતો હોવાનું પુરવાર થયેલ કુદરતી ગોળથી બનાવવામાં આવે છે.
કુદરતી ગોળ જરૂરી વિટામીનો અને સુક્ષ્મ પોષક તત્વો (માઈક્રો-ન્યુટ્રીઅન્ટસ) પૂરાં પાડવા માટે જાણીતો છે. જે એન્ટી-ઓક્સીડેન્ટસમાં વધારો કરે છે અને શ્વસનતંત્રના સ્વથ્યમાં સુધારો કરે છે. સ્વાસ્થ્ય અને પોષણની દ્રષ્ટીએ, ઓછાં પોષક મુલ્ય અને કોઈ મોટા સ્વાસ્થ્ય ફાયદા વિનાની એવી રીફાઇન્ડ ખાંડ કરતા કુદરતી ગોળ સાર્વત્રિક રીતે વધુ સ્વાસ્થ્યપ્રદ પસંદગી માનવામાં આવે છે.
આ નવી જાહેરાત વિષે વાત કરતાં મિ. હર્ષ વી. અગ્રવાલ – ડાયરેક્ટર, ઈમામી લીમીટેડ, એ કહ્યું “વર્તમાન ગ્રહ જાગૃતિ અને સ્વાસ્થ્ય કેન્દ્રીત જીવનશૈલીથી લોકો જેના પર ભરોસો મૂકી શકાય એવા અને સુરક્ષિત પ્રાકૃતિક આયુર્વેદિક ઉપાયો પ્રત્યે વધુ સજાગ થયા છે.
ચ્યવનપ્રાશ એ આંતરિક સવ્સ્થ્યને મજબુત બનાવવા માટે બહુ પ્રચલિત આયુર્વેદિક ઉત્પાદન તરીકે જાણીતું છે. ગોળ યુક્ત ઝંડુ ચ્યવનપ્રાશ અવલેહ એ ભારતમાં સર્વ પ્રથમ બ્રાંડ છે, જે ગ્રાહકોને ખાંડને બદલે ગોળના વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પની પસંદગીની તક આપે છે.
અમારા GMP પ્રમાણિત પ્લાન્ટમાં, ઉચ્ચ ગુણવત્તા યુક્ત ધોરણો હેઠળ ઉત્પાદિત ગોળ યુક્ત ઝંડુ ચ્યવનપ્રાશ અવલેહ, રીફાઇન્ડ ખાંડની આડ અસરો વિના, ગોળના કુદરતી સદગુણોથી પરિવારના દરેક સભ્યના સવાસ્થ્ય, ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિના સ્તરમાં સુધારો લાવશે.”