ભારતમાં હવાના પ્રદૂષણ અને બીમારીઓ વચ્ચે સીધા સંબંધના પુરાવાઃ નિષ્ણાતો

બંને વચ્ચે સીધો સંબંધ ન હોવાના સરકારી દાવા વચ્ચે લેન્સેટનો ખુલાસો
વાયુ પ્રદૂષણની આરોગ્ય પરની લાંબા ગાળાની અસરમાં ફેફસાંનું કેન્સર, હૃદય રોગનું જોખમ વધવું અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે
નવી દિલ્હી,
ભારતમાં હવાના પ્રદૂષણ અને આરોગ્ય પર તેની પ્રતિક્‰ળ અસરો વચ્ચે સીધો સંબંધ છે અને પ્રદૂષણથી શ્વસન સંબંધિત બિમારીઓમાં વધારો થાય છે તેવું વિવિધ અભ્યાસો અને વૈજ્ઞાનિક પુરાવામાં પુરવાર થયું છે, એમ લેન્સેટ કાઉન્ટડાઉનના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. હવાના પ્રદૂષણ અને મૃત્યુદર વચ્ચે કોઇ સીધો સંબંધ નથી તેવા ભારત સરકારના એક અહેવાલ પછી લેન્સેટ કાઉન્ટડાઉનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મરિના બેલેન રોમેનેલોનું આ નિવેદન આવ્યું છે. આ નિવેદની કોલંબિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની કોન્ફરન્સ દરમિયાન ચર્ચાવિચારણા કરાઈ હતી.
રોમેનેલોએ જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણની આરોગ્ય પરની લાંબા ગાળાની અસરમાં ફેફસાંનું કેન્સર, હૃદય રોગનું જોખમ વધવું અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે. સમગ્ર જીવન દરમિયાન તમામ ઉંમરના લોકોના આરોગ્ય માટે વાયુ પ્રદૂષણ કેટલું હાનિકારક છે તેના ખૂબ જ ચોક્કસ પુરાવા છે. તેથી જ સરકારો વિજ્ઞાનને સ્વીકારે અને હવાને શુદ્ધ કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી સ્વસ્થ અને વધુ ઉત્પાદક વસ્તી બનશે.
હવાના પ્રદૂષણનું કોઈ પણ સ્તર સલામત ન હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે કોઇપણ સ્તરના પ્રદૂષણના સંપર્કમાં આવવાથી તે આપણા ફેફસાંમાં પ્રવેશ કરે છે અને આપણા સ્વાસ્થ્ય, રક્ત પ્રણાલી અને આંતરિક અવયવોને નુકસાન પહોંચાડે છે. WHOએ વાયુ પ્રદૂષણના સલામત સ્તરે અંગે ભલામણો કરી છે અને આપણે જાણીએ છીએ કે ભારતમાં મોટાભાગે મોટાભાગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદાઓ ઓળંગાઈ ગઈ છે. તેની સીધી અસર સ્થાનિક વસ્તીના આરોગ્ય પર તથા અર્થતંત્ર અને શ્રમ ઉત્પાદકતા પર પણ પડી રહી છે. તે દેશને જે નુકસાન પહોંચાડી શકે
છે તે ખૂબ વ્યાપક છે.ss1