ભારતમાં હાલ રોકાણ કરવાની ઉત્તમ તકઃ મોદી
ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર થયા
કોપેનહેગન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા છે.કોપેનહેગન એરપોર્ટ પર મેટે ફ્રેડરિકસને તેમનું સ્વાગત કર્યું હતુ. અહીંથી મોદી ફ્રેડરિકસનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
મોદીએ પ્રધાનમંત્રી ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજીક પાર્ટનર અને દ્વિપક્ષીય સંબંધ જેવા મુદ્દે ડિલિગેશન લેવલની બેઠક યોજી હતી તથા સંયુક્ત પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. ત્યારબાદ મોદી તથા ફ્રેડરિકસને ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો.
Grateful to the Indian community in Denmark for their warm reception. Addressing a programme in Copenhagen. https://t.co/PCjwh3ZM9p
— Narendra Modi (@narendramodi) May 3, 2022
ફોરમમાં મોદીએ કહ્યું- અત્યારે સોશિયલ મીડિયા પર એક શબ્દ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. આ શબ્દ છે-ર્હ્લંસ્ર્ં એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આજે જાે આપણે ભારતમાં વ્યાપારને લગતા સુધારા અને રોકાણને લગતી તકો જાેઈએ તો કહી શકાય છે કે જેઓ આ સમયે ભારતમાં રોકાણ નહીં કરે તેઓ ચોક્કસપણે એક સારી તક ગુમાવી દેશે.
મોદીની વાતનો જવાબ આપતા ડેનિશે કહ્યું- મને અત્યાર સુધી લાગતુ હતું કે ર્હ્લંસ્ર્ં ફક્ત ફ્રાઈડે નાઈટ અથવા પાર્ટીઓ માટે જ ઉપયોગમાં લેવાય છે, પણ હવે મને સમજાયું કે આ શબ્દ ભારત વિશે છે. ડેલિગેશન લેવલની બેઠકમાં બે દેશોના ગ્રીન સ્ટ્રેટીજીક પાર્ટનરશિપમાં વિકાસ અંગે સમિક્ષા કરી.
બન્ને નેતાએ સ્કીલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ, પુનઃપ્રાપ્ય ઊર્જા, આર્કટિક સંબંધ જેવા મુદ્દે ચર્ચા કરી છે.જાેઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ડેનિશ પીએમની સાથે બેઠકમાં તેમણે આ યુદ્ધ મુદ્દે પણ ચર્ચા કરી હતી
અને બંને દેશોનું એવું જ માનવું છે કે, રશિયા અને યુક્રેને વાતચીત અને રાજનીતિ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જાેઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાના બીજા તબક્કામાં મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા હતા. અહીં ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સેને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
આ દરમિયાન ભારત અને ડેનમાર્ક વચ્ચે સ્વચ્છ પાણી, માછલી પાલન પર કેન્દ્ર બનાવવા, કૌશલ્ય વિકાસ, માઇગ્રેશન અને મોબિલિટી પર સમજુતી સહિત અન્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે ઘણી કારોબારી સમજુતી પર પણ સહી કરવામાં આવી છે, જેમાં ડાલમિયા સીમેન્ટ વચ્ચે ભવિષ્યની જરૂરીયાત માટે નવા સીમેન્ટ બનાવવા પર કરાર થયો છે.
પીએમ મોદી અને મેટે ફ્રેડેરિક્સેને રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ વાત કરી છે. ડેનમાર્કના પીએમે કહ્યું- અમે બે લોકતંત્ર છીએ. નજીકના સહયોગી તરીકે અમે યુક્રેન સંકટ પર વાત કરી છે. પુતિને આ યુદ્ધ રોકવું પડશે. આશા છે કે ભારત પણ તેમાં રશિયાને પ્રભાવિત કરશે અને યુદ્ધ રોકવામાં સહાયક બનશે.
તો પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને ડેનમાર્કના સંબંધો પર વાત કરવાની સાથે અમે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દા પર ચર્ચા કરી છે. અમે યુક્રેન યુદ્ધને તત્કાલ રોકવા અને શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાનનો માર્ગ કાઢવા પર ભાર આપ્યો છે.